Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૫૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કહો કે આચરણા કહો એવો આચરણાનો એકાર્થ લખે છે. પણ એવો એકાર્થ કોઈ જૈનશાસ્ત્રમાં દેખાતો નથી. તોપણ આત્મારામજી ચોથી થાયનો અર્વાચીન શબ્દ તેનો અર્વાકાલવાચી અર્થ છોડીને આચરણાનો અર્થ કરે છે તે એમની સમજણમાં બહુ ભૂલ છે. કેમ કે પૂર્વધરકૃત આચરણા તો ગીતાર્થઆચરણા જ કહેવાય પણ અર્વાચીન ન કહેવાય.
यतः उक्तं श्री अंगचूलिकासूत्रेइयवुत्तो जोगविही, संखेवेण सूयाणुसारेणं । जं च न इत्थं भणियं गीयायरणाउ तं नेया ॥ વગેરે જૈન સિદ્ધાંતોના અભિપ્રાયથી સૂત્રમાં સંક્ષેપે વાર્તા કહી હોય તેના પૂર્વધર ગીતાર્થ સૂત્રપંચાંગીમાં અને પોતાના કરેલા અન્ય ગ્રંથોના ખુલાસા કરે તેને “ગીતાર્થઆચરણા કહેવાય”. કારણ કે પૂર્વધરોને શાસ્ત્રમાં ઉત્કૃષ્ટગીતાર્થ કહ્યા છે. તેથી તથા પૂર્વધર પશ્ચાત્કાલવર્તી આચાર્યોએ આચરણા કરી હોય તે પણ ગીતાર્થઆચરણા કહેવાય. પણ પૂર્વધર અનુયાયીએ કરી હોય તો પ્રાચીન કહેવાય. અન્યથા અર્વાચીન કહેવાય. તેથી પંચાશકવૃત્તિમાં શ્રી અભયદેવસૂરિજીએ ચોથી થાયને અર્વાચીન કહી છે. તે પાઠ :
तथा चोक्तं श्रीपंचाशकटिप्पनके - एतद्भाष्ये स्तुतित्रयस्य कथनात् चतुर्थस्तुतिरर्वाचीनेति गूढाभिसंधिः, किंच नायं गूढाभिसंधिः किंतु स्तुतित्रयमेव प्राचीनं प्रगटमेव भाष्ये प्रतीयते, कथमिति चेत् ? द्वितीयभेदव्याख्यानावसरे 'निस्सकडमिति' भाष्यगाथाएं 'चेइय सव्वेहिं थुई तिण्णि' इति स्तुतित्रयस्यैव ग्रहणात् एवं भाष्यद्वयपर्यालोचनया, स्तुतित्रयस्यैव प्राचीनत्वं, तुरीयस्तुतेरर्वाचीनत्वामितितात्पर्यार्थः ॥
અર્થ :- વળી, પંચાશક ટિપ્પણમાં પણ કહ્યું છે કે વ્યવહારભાષ્યમાં ત્રણ સ્તુતિ કરવાની કહી છે અને ચોથી સ્તુતિ તો આધુનિક છે એમ ગુપ્તપણે એ અર્થનું અનુસંધાન છે એ પ્રકારની આશંકા કરી શાસ્ત્રકાર જ ઉત્તર આપે છે કે આ વાત ભાષ્યકારે ગુપ્તપણે નથી કહી, પરંતુ ચોખ્ખું લખ્યું છે કે,