Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૪૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર | ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર અપરનામ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ગ્રંથમાં પૂર્વધર-પૂર્વધરઅનુયાયીકૃત ત્રિસ્તુતિચૈત્યવંદનાનિદર્શન નામનો સાતમો પરિચ્છેદ સમાપ્ત થયો. |
પ્રશ્ન :- જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ આ ત્રણ ભેદની ચૈત્યવંદના તથા નવ પ્રકારની ચૈત્યવંદના પંચાંગીમાં, પૂર્વધર તથા પૂર્વધરઅનુયાયી ગ્રંથમાં કહી નથી તે તમે કેમ માનો છો ?
ઉત્તર :- હે પૂર્વાપરવિચારઅજ્ઞ “કૂવામાં હોય તે હવાડામાં આવે” તેમ પંચાંગી તથા પૂર્વધરોના ગ્રંથોમાં સામાન્યવચને વિધિ હોય તો અન્ય ગ્રંથકારો પૂર્વધરઅનુયાયી વિશેષવચનથી કરી ખુલાસો કરે, પણ સામાન્ય વિધિ ન જ હોય તો “ગ્રામ નાતિ : સીમ'' એ ન્યાયે અન્ય ગ્રંથકાર વિશેષ વિધિનો ખુલાસો ક્યાંથી કરે? માટે પંચાંગીમાં પૂર્વધરે ત્રણ થાયની ચૈત્યવંદના કોઈ ઠેકાણે જઘન્ય ભેદે, કોઈ ઠેકાણે મધ્યમ ભેદે અને કોઈ ઠેકાણે ઉત્કૃષ્ટ ભેદે દર્શાવી છે. તે પ્રમાણે પૂર્વધરવર્તમાનકાલવર્તી તથા પશ્ચાત્કાલવર્તી આચાર્યોએ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ ભેદની તથા નવ ભેદની ચૈત્યવંદનાનું સંકલન કર્યું છે, તે દર્શાવીએ છીએ.
પ્રથમ રાયપસેણિ, જીવાભિગમ આદિ સૂત્રોથી જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદથી ચૈત્યવંદના સિદ્ધ થાય છે. તે પાઠ :
धूयं दाउणं जिणवराणं अट्ठसयं विसुद्धं गंथजुत्तेहिं अपुणरूत्तेहिं संथूणइ सत्तट्ठपयाई पच्चोसक्कइ २ वामं जाणुअं चेइ दाहिणं जाणु धरणितलंसि तिकट्ठ मुद्धाणं धरणितलंसि णिव्वोडेत्ति २ इसं पच्चूए णमइ इसिं पच्चुए णमित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिकट्ट एवं वयासी णमोत्थुणं अरिहंताणं जाव संपत्ताणं वंदइ
અર્થ - જિનવર ભણી ધૂપ દેઈ એટલે સર્વ દ્રવ્યપૂજાવિધિ કરીને અતિશુદ્ધ એટલે દોષ રહિત સારયુક્ત અર્થરચના સહિત મોટા વૃત્તના દેવલક્ષ્મીપ્રભાવગર્ભિત સુંદર સ્તોત્ર વડે સ્તુતિ કરે. સ્તુતિ કરીને પછી સાત-આઠ