Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૩૬
ચતુર્થસ્તુતિયુક્તિનિર્ણયછેદનકુમાર કાઉસગ્નમાં રહેલા સર્વ એકાગ્રચિત્તે સાંભળે, ધર્મ-શુક્લધ્યાનને ધરે અથવા થોયનો અર્થ ચિંતન કરે. પછી સુંદર સ્વર-અક્ષરથી લોગસ્સ કહે. પછી સવ્વલોએ અરિહંત ચેઇયાણ એ પાઠ વંદણવત્તિયાએ થી સમસ્ત કહે. પછી કાઉસગ્ગ પારીને બીજી બે શ્લોકની થોય કહે અથવા સર્વ જિનેન્દ્રથી થાય કહે. પછી પુખરવરદી કહી કાઉસગ્ગ પારીને શ્રુત ભગવંતની સ્તુતિ કરે અથવા કર્મનિર્જરાના અર્થે વર્ધમાન અક્ષરની સારા શબ્દોવાળી ત્રણ શ્લોકની થોય મોટા સ્વરે કહે. શુભ યોગને પ્રાપ્ત થતા છતા પૂર્વવિધિએ કરી બેસીને નમુત્થણે કહે. પછી મુક્તાશુક્તિમુદ્રા ધારણ કરીને જયવીયરાય સુધી ચૈત્યવંદના કરે.
એ પ્રકારે શ્રી ભદ્રબાહુસ્વામી પ્રમુખ પૂર્વધર પૂર્વાચાર્યોના ગ્રંથોમાં આ પ્રમાણેનો પાઠ વાંચીને સમદષ્ટિ અપક્ષપાતી પુરુષ તો નિશ્ચયથી પોતાના મનમાં વિચારે કે પૂર્વધારીઓના વખતમાં પણ ત્રણ થોયની ચૈત્યવંદના ચાલતી હતી, તો હવે પૂર્વધારીઓની આચરણાનો નિષેધ કરીને એકાંતે ચોથી થોયની આચરણા કરવી એ મહાઅનર્થનું મૂળ છે તથા પૂર્વધર પૂર્વાચાર્યોની ત્રણ થાયથી કરેલી ચૈત્યવંદનાની આચરણાનો નિષેધ કરવાવાળા અને એકાંતે ચોથી થાય આચરવાવાળા આત્મારામજી પ્રમુખ પોતાના મનમાં એમ નહીં વિચારતા હોય કે, અમારા જેવા તુચ્છબુદ્ધિવાળા પૂર્વધારીઓની આચરણાનો વિરોધ કરીને કેવી ગતિમાં જઈશું ? તથા પૂર્વધર નિકટવર્તી તથા પશ્ચાત્કાલવર્તી આચાર્યોના ગ્રંથોમાં પણ વિશેષ પ્રકારે ચૈત્યવંદના ત્રણ થોયથી કરવી કહેલી છે. ત્યાં પ્રથમ શ્રી સ્તંભનતીર્થ પ્રગટકર્તા નવાંગીવૃત્તિકારક મહાપ્રભાવક શ્રી અભયદેવસૂરિકૃત પંચાશકવૃત્તિમાં પૂર્વધર અનુયાયી વ્યવહારભાષ્ય સાક્ષીએ ત્રણ થોયની ચૈત્યવંદનાની સિદ્ધિ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ કરીને સારી રીતે નિશ્ચિત કરી છે. તે પાઠ : __ इह केचिन्मन्यते शक्रस्तवमात्रमेव वन्दनं श्रावकस्य युक्तं जीवाभिगमादिषु तन्मात्रस्यैव तस्य विजयदेवादिभिः कृतत्वेन प्रतिपादितत्वात् । तथाहि जीवाभिगमे विजयदेवेन, राजप्रश्नकृते सूरिकाभदेवेन, जम्बूद्वीपप्रज्ञप्त्यां शक्रेण, ज्ञाताधर्मकथायां च द्रौपद्रा शक्रस्तव