Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૩૯ દાનશાળા કરાવી તો આ બધું પણ કરવા યોગ્ય થશે. અને જો એમ કહેશો કે ધર્મકાર્ય જ લેવા, સંસારના ન લેવા એમ તમારું કહેવું છે તો વિજયદેવ આદિએ સિદ્ધપ્રતિમાને સ્નાન પોતાની પુષ્કરણીવાવના જળથી કરાવ્યું છે તો ઇન્દ્રોએ પણ જિનજન્માભિષેક તે જ જળથી કરાવવું જોઈએ. અહીં નાના પ્રકારના તીર્થોદક, મૃત્તિકા, કષાય આદિ ઔષધિએ અને વિજય આદિ દેવોએ પુષ્કરણીવાવના જળથી સ્નાન કરાવ્યું અને ઇન્દ્ર જિનજન્માભિષેક બીજી રીતે કરાવ્યું તે ન જોઈએ. ઇન્દ્ર પણ પુષ્કરણીવાવના જળથી જ કરાવેલું હોવું જોઈએ. ઇન્દ્ર આદિએ નિર્વાણ-મજ્જન ક્ષીરોદકે જ કરાવ્યું તે કરવા યોગ્ય ન હોય અને ઇન્દ્ર આદિએ જન્મ-નિષ્ક્રમણનું સ્નાન તીર્થોદકાદિકે જ કરાવ્યું છે તેથી શક્રસ્તવ પાઠ ડાબો ઢીંચણ ઊભો કરી જમણો જમીન પર સ્થાપી કરવાનો રહેશે; કેમ કે ઇન્દ્ર આદિનું તેમજ કરવાપણું છે. તેથી મેઘકુમારની જેમ પર્યકાસને રહેલો અનશન અવસર નહીં થાય. તથા ચોખાથી દેવતાઓએ આઠ-આઠ મંગલ કર્યા તેમજ બલિ આદિ પણ કરવા યોગ્ય નહીં થાય. વળી અનેક ભક્ત આદિથી થયેલ આરતી, ભુવા ઊતારવું, જલ-અવતરણ આદિ પણ કરવા યોગ્ય નહીં થાય. ઇન્દ્રાદિકોએ જીવાભિગમ આદિમાં કરવાપણે કરવું કહ્યું નથી તે માટે તમારે પણ એ સર્વ કરવું અયુક્ત થશે. વળી, તમે શક્રસ્તવથી અધિક ચૈત્યવંદન શાસ્ત્રમાં કરવું કહ્યું નથી તેમ કહ્યું છે તે અયુક્ત છે. કેમ કે “તિક્સિ વી ઋ' એટલે વ્યવહારભાષ્યનું વચન ત્રણ થી ચૈત્યમાં કહેવી એ શક્રસ્તવથી અધિક વિધિ છે. અને જો તમે કહેશો કે આ સાધુ અપેક્ષાએ કહ્યું છે, તો તેમ કહેવું યોગ્ય નથી. કારણ કે સાધુ અને શ્રાવકને દર્શનશુદ્ધિ કર્તવ્યપણું છે. તેથી વંદનને દર્શનશુદ્ધિ અને સંવેગ આદિનું કારણપણું છે અને ગીતાર્થ સમાચરિતપણાથી જિતલક્ષણનું અહીં અંગીકારપણું છે. તેથી ચૈત્યવંદન ભાષ્યકાર આદિએ તે વંદનને કારણપણું કહ્યું છે. તેથી જીવાભિગમ આદિકે કહેલાથી અધિક વંદનનું અયુક્તપણું નથી એટલે અધિક કરવું પણ યોગ્ય છે. વળી, એમ પણ ન બોલવું કે ભાષ્યકાર આદિના વચન પ્રમાણ નથી. કેમ કે તેના વચન અપ્રમાણ થાય તો આગમનો બોધ ન થાય. જેથી અબોધિપણું થાય. વળી, ચૈત્યવંદનનું
૧ ૩