Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૩૮
तिसिलोइए इत्यादि" व्यवहारभाष्यवचनश्रवणात्साध्वपेक्षया तदिति चेन्नैवं साधुश्रावकयोर्दर्शनशुद्धेः कर्त्तव्यताद्दर्शनशुद्धिनिमित्तत्वाच्च वंदनस्य तथा संवेगादिकारणत्वादशठसमाचरितत्वाज्जीतलक्षणस्ये
होपपद्यमानत्वाच्चैत्यवंदनभाष्यकारादिभिरेतत्करणस्य समर्थितत्वाच्च तदधिकतरमपि तन्नायुक्तं न च वाच्यं भाष्यकारादिवचनान्यप्रमाणानि तदप्रामाण्ये सर्वथा गमनावबोधप्रसंगादावश्यकानुज्ञाते च चैत्यवन्दनस्यानुज्ञातत्वादावश्यकांतःपातित्वाच्चैत्यवन्दनसूत्रस्येत्यलं प्रसंगेनेति
ગાથાર્થ: ।।
અર્થ :- અહીં કોઈ માને છે કે એકમાત્ર શક્રસ્તવથી જ વંદના શ્રાવકને યોગ્ય છે. જીવાભિગમસૂત્ર આદિમાં વિજયદેવ આદિએ કરવાપણે કરીને પ્રતિપાદન કરવાપણાથી શક્રસ્તવમાત્ર વંદન કહે છે. જીવાભિગમમાં વિજયદેવે, રાયપસેણીમાં સૂર્યાભદેવે, જંબુદ્વીપપશત્તીમાં શક્રેન્દ્રે, જ્ઞાતાધર્મકથામાં દ્રૌપદીએ શક્રસ્તવમાત્ર એકસો આઠ વૃત્ત પાઠ સાથે શક્રસ્તવ વંદન કર્યું તેમ સાંભળીએ છીએ. તે માટે તેના આચરિત પ્રમાણપણાથી અધિકતર તો ગણધર આદિએ કરેલા સૂત્રમાં કહ્યું નથી. તેથી જે એમ કહે છે કે શક્રસ્તવ કહેવું એ જ ચૈત્યવંદન છે તેનાથી અધિક નથી તેને અહીં એમ કહે છે કે જે તમે કહ્યું તેટલું જ ચૈત્યવંદન કહેવું અયુક્ત છે. જીવાભિગમસૂત્ર છે તે વિજયદેવ ચરિતાનુવાદ છે. તે સૂત્રઅધિકારપ્રાપ્ત વંદનનું છેદ કરવા સમર્થ નથી. કેમ કે તે અવિરતિપણું અને પ્રમાદીપણાથી યુક્ત છે. તે સિવાય બીજા અપ્રમાદી વિશેષ ભક્તિ કરવાવાળાને આનાથી અધિક કરવામાં પણ દોષ નથી અને જો આરિતને આલંબન કરીને પ્રવૃત્તિ કરવી પડે તો બીજું કર્તવ્ય પણ કરવું પડશે અને અંગીકાર કરેલું કર્તવ્ય છોડવું પડશે તેમ જણાવે છે. તો વિજયદેવ આદિ દેવોએ દ્વારશાખાશાલભંજિકા-પૂજલી-દેહલી-થાંભો-મંડપમધ્યભાગ-શાસ્ર-વૃક્ષ-પીઠસિંહાસન-પુષ્કરણીવાવ વગેરે પૂજ્યા તે પૂજવા પડશે અને ભરતે જેમ મરીચિ પરિવ્રાજકને વાંઘો, ભાઇનો વધ કરવા ચક્ર મૂક્યું, પોતાની દીક્ષા લેતી બહેનને ભોગ માટે રાખી, દ્રૌપદીએ પાંચ પતિ કર્યા અને પ્રદેશીએ