Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૪૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
આવશ્યક આજ્ઞામાં અનુજ્ઞાપણું છે તેથી અને આવશ્યકના અંતઃપાતીપણાથી ચૈત્યવંદનનું જ્ઞાપન છે તેથી પ્રમાણ કરવું.
એ પંચાશક વૃત્તિકાર શ્રી અભયદેવાચાર્યનું પાંડિત્યપણું આજ સુધી સર્વ જૈન સમુદાયના સાધુ-શ્રાવક અને સ્વગચ્છ તેમજ પરગચ્છમાં પ્રસિદ્ધ છે. એ આચાર્યે હજારો ગ્રંથની રચના કરી છે. જેઓના કોઈપણ ગ્રંથમાં કોઈ શંકાની વાત જણાતી નથી. પૂર્વધરઅનુયાયી સર્વ શંકાનું સમાધાન કરીને રચના કરી છે. એ આચાર્યના રચેલા ગ્રંથ વાંચવાથી જ શંકા કરવાવાળા વાદીઓનું અભિમાન દૂર થઈ જાય છે. આ વાત કોઈપણ જૈનીથી નામંજૂર થતી નથી તો શક્રસ્તવથી અધિક ચૈત્યવંદના નહીં કરવાવાળા પૂર્વપક્ષીને સાધુ-શ્રાવક બંનેને દર્શનશુદ્ધિનું કર્તવ્યપણું બતાવીને શક્રસ્તવથી અધિક ચૈત્યવંદના એટલે વ્યવહારભાષ્યની ગાથાએ સિદ્ધ કરેલ ત્રણ થોયની સંપૂર્ણ ચૈત્યવંદના કોણ સમષ્ટિ જીવ નામંજૂર કરે ? એટલે સમષ્ટિ તો નામંજૂર ન જ કરે. મિથ્યાર્દષ્ટિ કરે તેની ના નહીં. તથા ન્યાયસરસ્વતીબિરૂદધારક શ્રીમદ્ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શોધિત શ્રી વિજયાનંદસૂરિજીના શિષ્ય પંડિત શ્રી શાંતિવિજયગણિ ચરણસેવી મહોપાધ્યાય શ્રી માનવિજયગણિ રચિત સ્વોપજ્ઞ “ધર્મસંગ્રહવૃત્તિ'માં બહુકાળ આયતન ચૈત્યસ્થિતિદોષાધિકારમાં ત્રણ થોયથી મધ્યમ અને ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે. તે
પાઠ :
बहुकालं हि चैत्यायतनेऽवस्थितिर्दोषाय यत उक्तं साधूनुद्दिश्य व्यवहारभाष्ये
जइवि न आहाकम्मं, भक्तियं तह तेहिं भत्ती । खलु होई कया जिणाण लोएवि विट्ठन्तु ॥ १ ॥ बंधित्ता कासवओ, वयणं अट्ठपुडसुद्धपोत्तीए । पत्थिवमुवासए खलु वित्तितिमित्तं भयाई वा ॥२॥ पार्थिवस्थानीयायास्तीर्थकरप्रतिमाया भक्तिनिमित्तं चैत्यायतनं साधवः प्रविशन्ति न तु तत्रैव तिष्ठन्ति इति तद्वृत्तिः कुत इत्याह -