Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૩૫
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
अन्ने सुणंति सव्वे, एग्गमणाउ सग्गमज्झमि । झायन्ति धम्मसुक्कं, तस्सट्ठघरं तिवाएग ॥२४॥ नामत्थयं च पच्छा , कड्डसमग्गसुवन्न अक्खलिओ । सव्वलोए अरिहन्तचेइयाणं च समग्गं वि ॥२५॥ तउसग्गं किच्चा, बितीया बिसिलोगिया य इह थुत्ति । भणइ अहवा वड्डमाणइ सव्वजिणंदाणं ॥२६॥ पुव्वुकयविहिणा, कड्डन्ति सुत्तथवं च संविगा । सुअस्स भगवंताणं, उस्सग्गठिउ सुणइ संथुत्ति ॥२७॥ तत्तिआ अहवा वड्डमाणा सिलोकिया य सुहवणा । कम्माणनिज्जरटुं, महया सद्देण घोसंति ॥२८॥ ठिच्चापुव्वविहिणा, सक्वत्थयं कहइ जाव पणिहाणं । मुत्तासुत्तिमुद्दा, धरेइ सुहजोगसम्पन्ना ॥२९॥
અર્થ :- જે તે દ્રવ્યનો અભાવ છતા પ્રભુપ્રતિમા આગળ બેસીને સાધુની જેમ શુદ્ધ થઈ શ્રાવક રોજ ભાવપૂજા કરે. મધુર સ્વરે અવિરતપણે જયાં સુધી ભગવાન મોક્ષે ગયા ત્યાં સુધી નમુત્થણે બોલે. કારણ કે અહીં વાંદવાના અર્થે ભાવવિશુદ્ધિ ગ્રહણ કરી છે. તે માટે ઊભો થઈને “અરિહંત ચેઇયાણં'' દંડક બોલીને વંદન આદિના ફળ માટે જિનમુદ્રાએ કાઉસગ્ગ કરે. કાઉસગ્ગવેળાએ બે પગના આગળના ભાગ ચાર આંગળ પહોળા રાખે, પાછળની પાની ચાર આંગળથી ઓછી રાખે તેને જિનમુદ્રા કહેવાય. કુશળ પુરુષ જધન્યપણે ઓગણીસ દોષને ત્યાગી, આર્ત-રૌદ્રધ્યાનને ત્યાગી, ધર્મશુક્લધ્યાનને ધ્યાયી, આઠ શ્વાસોચ્છવાસ સમાન કાઉસગ્નમાં રહે. પછી નમો અરિહંતાણું કહી કાઉસગ્ગ પારીને એક સારી થાય બોલી અથવા મૂળનાયકની થોય કહે તે થોય ઉત્તમ ઉપમા સહિતની જેમાં ભગવાનની કીર્તિ તથા ગુણોનું અલંકાર સહિતનું વર્ણન હોય, તથા સુંદર અક્ષર-પદ અને સ્વરથી વર્ધમાન હોય તે થોય જાણવી. એક જણ થોય કહે ને