Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૨૧
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
तस्मान्न किंचिदेतद्विप्रतिपादनात् कथमेकस्तुतित्वमित्युच्येत एतद्गाथात्रयस्य समुदितस्यैव पाठात् कायोत्सर्गानन्तरं च समुदितस्यैव भणनाच्च एकस्तुतित्वमिति । यथा श्रुतस्तवस्याद्यगाथया तीर्थकृतस्तुते रूपकत्रयेण च श्रुतस्तुतेः प्रतिपादनात् चतुर्णामपि रूपकाणामेकस्तुतित्वमिति ॥ इति कृत्रिमस्तुतिनिषेधविचारः ॥
કોઈ પ્રશ્ન કરે કે ચૈત્યવંદનમાં તમો સંસારદાવાની થોયો કેમ કહેતાં નથી ? તેનો જવાબ આપે છે. આગમમાં સાધુઓને ચૈત્યવંદનવિધિ જે છે તે જ કહીએ છીએ. ચૈત્યવંદનામાં તથા સમવસરણમાં વિધિ કહે છે. 'નિસ્ટકડ એ ગાથામાં ત્રણ જ થાય કહી તો તે થોય લોગસ્સ-પુખરવરદી અને સિદ્ધાણં બુદ્ધાણં એવી ત્રણ સ્તુતિનું ત્રિક શાશ્વતું છે તે જ કહેવાય. અને કૃત્રિમ થઇઓ કહીએ તો છ કે સાત થાય થાય. સિદ્ધાંતમાં તો ઉક્ત જ વિધિ (ત્રણ) કરવાપણો કહ્યો છે. કોઈ કહેશે કે જે ચઉવિસત્યાદિકોને સ્તુતિપણું અસિદ્ધ છે. એ તો સ્તવ છે. એવું કહે તો તે અયુક્ત છે. જે માટે કાઉસ્સગ્ન-નિર્યુક્તિ-ચૂર્ણિમાં એ ત્રિકને પણ થોયપણું કહ્યું જ છે. તે કહે
છે.
અપરિમાણકાળે કરીને નમો અરિહંતાણં કહીને કાઉસ્સગ્ગ પારવો. પછી જેણે જ્ઞાન-દર્શન-ચારિત્રના ઉપદેશરૂપ આ ઉત્સર્પિણીમાં આ તીર્થ બતાવ્યું. તેમની મોટી ભક્તિ-બહુમાનથી થઈ કહેવી, સંતવન કરવું. એ કારણે કાઉસ્સગ્ગને અનંતર ચઉવીસત્યો આદિ તથા નવકાર કરી કાઉસ્સગ્ગ પારવો. પછી જ્ઞાનાચાર વિશુદ્ધિ અર્થે શ્રુતજ્ઞાને કરીને મોક્ષસાધનાદિક સાધીએ એમ જાણીને શ્રુતભગવંતની પરમ ભક્તિએ કરીને તેનો પ્રરૂપક નમસ્કારપૂર્વક થાયકીર્તન કરે. તે જેમ “પુખરવરદીવઢે” આદિ તથા નવકાર કરી કાઉસ્સગ્ગ પારે. એમ ચારિત્ર તથા દર્શન અને શ્રુતધર્મના અતિચાર વિશુદ્ધિના કરનારા ત્રણ કાઉસ્સગ કરવા. તે કરીને સિદ્ધ ભગવંતની સિદ્ધાણં બુદ્ધાણં ગાથા કહે. આદિ આવશ્યકચૂર્ણિનો પાઠ તેનો ભાવાર્થ કહ્યો. તથા કાઉસ્સગ્ન પારી લોગસ્સ થઈ કહે. પડાવશ્યકવૃત્તિમાં લોગસ્સને થોય કહેલ છે. પખી પ્રતિક્રમણના કાઉસ્સગ્નમાં સામાયિક કરીને