Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૨ ૨.
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર તથાપ્રકારે રહ્યા દિવસના અતિચાર ચિંતવીને કાઉસ્સગ્ય નમસ્કાર કરી પારીને લોગસ્સ થોય કહેવી. પછી બેસીને મુહપત્તિ પડીલેહે. આમાં પાક્ષિકચૂર્ણિમાં પણ લોગસ્સને થાય કહી. તે માટે શાશ્વતી થોયનું ત્રિક કહેવું એમ સિદ્ધ થયું.
અહીં કોઈ કહેશે કે જે તમો એમ કહો છો તો કલ્પના ચોથા ઉદેશાની સામાન્ય ચૂર્ણિમાં આમ કહેલ છે કે સાધુ ચૈત્યઘરે અથવા ઉપાશ્રયે રહ્યા હોય ત્યારે તો ચૈત્યઘરે તો પરિહીયમાન થઇએ ચૈત્ય વાંદીને આચાર્ય પાસે ઇરિયાવહી પડિક્કમીને અવિધિ પારિદ્રાવણિયાનો કાઉસગ્ગ કરે. ત્યારપછી મંગલને અર્થે બીજાં બે સ્તવ હીયમાન કહે. ઉપાશ્રયે પણ એમ જ હયમાન કહી. તો એ હીયમાનપણું લોગસ્સ પ્રમુખ થોયને વિષે કેમ મળે ? એ થોયો શાશ્વતપણાથી હીયમાન કેમ ઘટે ? તેનો જવાબ આ મુજબ છે :
હિયમાનપણું ઘટે જ છે. પડિક્કમણસમાપ્તિમાં જે સ્તુતિ ત્રણ કહે તે દાંતથી તે જ કહે છે તે થોયો એક શ્લોકાદિક વધતીએ અથવા પદ અક્ષરાદિકે અથવા સ્વર કરીને વધતી ત્રણ થોયો કહીને પછી પ્રાદોષિક કાળ કરે એટલે બીજું કાર્ય માંડલાદિક કરે. એ આવશ્યકચૂર્ણિમાં કહેલ છે. માટે ત્યાં જો પ્રતિક્રમણ થઇઓનું સ્વરે કરી વર્ધમાનપણું કહ્યું તેમ અહીંયા પણ સ્વરે કરીને હીયમાનપણું કરતાં થકાને કોણ વર્જે છે ? વળી એ હીયમાનપણું કલ્પવિશેષચૂર્ણિ તથા કલ્પબૃહભાષ્ય અને આવશ્યકવૃત્તિકારોએ અન્યથાપણે વખાણ્યું છે. જે એમ ચૈત્યવંદનને અનંતર અજિતશાંતિસ્તવ કહેવું નહીં તો ત્યારે તેને ઠેકાણે બીજી પણ હીયમાન સ્તુતિ ત્રણ કહીએ એમ છે. તે જ કહે છે “ચેઇયઘર ગાહા” એટલે ચૈત્યઘરે જઈ ચૈત્યને વાંદીને શાંતિને અર્થે અજિતશાંતિસ્તવન કહે અથવા ત્રણ થઇ હીયમાન કહે. ત્યારપછી આવીને આચાર્ય પાસે અવિધિપારિદ્રાવણિયાનો કાઉસગ્ગ કરે એ કલ્પવિશેષચૂર્ણિના ચોથા ઉદ્દેશામાં છે. તથા ચૈત્ય અને ઉપાશ્રયે આવીને ગુરુની પાસે અવિધિપરિક્રાવણિયાનો કાઉસગ્ગ કરે, શાંતિ નિમિત્તે ત્યાં પરિહીયમાન ત્રણ થાય નિશ્ચય હોય. અજિતશાંતિસ્તવન પ્રમુખ અનુક્રમે ત્યારે કરે એ કલ્પબૃહભાષ્યમાં છે. તથા આવશ્યકવૃત્તિમાં નીચે મુજબ છે :