Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
અર્થ :- ત્યાંથી આવી દેરાસર જઈને ચૈત્ય વાંદવા. પછી અજિતશાંતિ કહેવી. ત્રણ થોય હીયમાન કહેવી.
વળી, બૃહદ્કલ્પભાષ્યમાં ત્રણ થોય નિશ્ચય કરવી કહી છે. તે પાઠ : चेइयघरूवस्स एवागम्मुस्सग्गगुरुसमीवंमि । अवहिगिंचणियाए संतिनिमित्तं च थतो तत्थ ॥ १ ॥
परिहायमाणीयाउ तिन्नि थुई, उहवहंति नियमेणं । अजियसंतित्थगमाइया उ कमसो तर्हि नेउं ॥ २ ॥
૧૧૫
અર્થ :- ચૈત્યઘરે કે ઉપાશ્રયમાં આવી ગુરુ સમીપે અવિધિ પારિકાવણિયાનો કાઉસ્સગ્ગ કરવો અને શાંતિ નિમિત્ત સ્તોત્ર કહેવું. પરિહીયમાન ત્રણ થોય નિયમે કરીને હોય. અજિતશાંતિ સ્તવાદિક ક્રમથી ત્યાં જાણવા.
તથા બૃહત્કલ્પચૂર્ણિમાં પણ ત્રણ થોય હીયમાન કહી છે. તે પાઠ : साहूणो चेइयघरे वा उवस्सए वा ठिया होज्जा जड़ चेइयघरे तो परिहायंतीहिं थूइहिं चेइयाइं वंदित्ता आयरिय सगासे इरियावहि पडिक्कमिडं अविहिपरिठावणियाए काउस्सग्गं करेंति ताहे मंगलसंति निमित्तं इत्यादि ।
અર્થ :- સાધુ દેરાસરમાં હોય કે ઉપાશ્રયમાં, હીયમાન થઈએ કરીને ચૈત્ય વાંદીને આચાર્ય પાસે આવે. ઇરિયાવહી કરી અવિધિ પરઠવવાનો કાઉસ્સગ્ગ કરે. મંગલના અર્થે સ્તવન કહે. અહીં પણ ત્રણ થોય પરિહીયમાન છે.
આ જ રીતે વિશેષચૂર્ણિમાં પણ ત્રણ થોય કરવાનું કહ્યું છે. તે પાઠ : तओ आगम्म चेइयघरं गच्छन्ति चेइयाणं वंदित्ता संतिनिमित्तं अजितसंतिथउ परिकडिज्जाड़ तिन्निथुईओ परिहायंतिओ कड्डिज्जन्ति तओ आगंतु अविहि परिठावणियाए काउस्सग्गं कीरइ ॥७॥
અર્થ :- ત્યાર પછી આવીને દેરાસર જઈ ચૈત્ય વાંદીને શાંતિ માટે અજિતશાંતિસ્તવન કહે. ત્રણ થોય હીયમાન કહે. પછી આવીને અવિધિ પરઠવવાનો કાઉસ્સગ્ગ કરે.