Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૧૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર અર્થ :- સાધુ ક્યાં સુધી દેરાસરમાં રહે ? શરીરને ગમે તેટલું નવરાવો તોય દુર્ગધ-પરસેવો વગેરે ગંદકી એમાંથી નીકળ્યા જ કરે છે. ઉપરનીચેથી દુર્ગધી વાયુ પણ સદાય વહે છે. એટલે વધુ રોકાય તો દેરાસરની આશાતના થાય. ફક્ત “પુષ્પરવરદીવઢે” કહીને ત્રણ શ્લોકની થોય કહે ત્યાં સુધી રહેવાની આજ્ઞા છે. શાંતિસ્નાત્ર કે અન્ય કારણ હોય તો સાધુ વધુ વખત પણ દેરાસરમાં રહી શકે છે.
આનો સ્પષ્ટ અર્થ એ છે કે ચૈત્યમાં સાધુ મર્યાદા ઉપરાંત રહે નહીં. તે મર્યાદા એ છે કે ચૈત્યવંદનામાં શક્રસ્તવાદિ અનંતર પહેલી એક શ્લોકની, બીજી બે શ્લોકની, ત્રીજી શ્રુતસ્તવ એટલે જ્ઞાનસ્તવને અનંતર ત્રણ શ્લોકની થોય કહે ત્યાં સુધી જિનગૃહમાં રહેવાની આજ્ઞા છે. ઉપરોક્ત પાઠમાં “વા” શબ્દ પક્ષાંતરસૂચક છે. ચૈત્યવંદનના અંતે એટલે ત્રીજી થાય ત્રણ શ્લોકની કહ્યા પછી શકસ્તવાદિકને અનંતર જો ત્રણ થાય ત્રણ શ્લોક પરિમાણ પ્રણિધાનને અર્થે પ્રતિક્રમણને અનંતર મંગલાર્થ સ્તુતિ ત્રણ પાઠની પેઠે કહે ત્યાં સુધી જિનપ્રાસાદમાં રહેવાની આજ્ઞા છે. એટલે સંપૂર્ણ ચૈત્યવંદના કર્યા પછી વિના કારણે સાધુ દેરાસરમાં રહે નહીં.
હવે પક્ષપાત વિનાના તટસ્થ જૈનમતરસિકોએ વિચાર કરવો જોઈએ કે પૂર્વધર પૂર્વાચાર્યોના શુદ્ધ ટંકશાળી આગમવચનોને કોઈ જૈનમતિ નામ ધરાવીને ચૈત્યવંદનામાં ત્રણ થોય પ્રમાણ ન કરે તો તે મિથ્યાષ્ટિ હોવામાં કોણ શંકા કરે ? જો ચૈત્યવંદના ચાર થાયથી હોત તો શાસ્ત્રોમાં ચાર થાયથી ચૈત્યવંદના કર્યા પછી દેરાસરમાં ન રોકાવાની આજ્ઞા હોત. પણ એવું નથી. વળી જો ચાર થોયની ચૈત્યવંદના હોત તો શાસ્ત્રકારો શા માટે ત્રણ થોયનું કથન કરત ? આપશ્રી તટસ્થ મને વિચારજો. ...
એવું નથી કે ત્રણ થોયના આટલા જ પાઠ છે. શાસ્ત્રોમાં મૃતક સાધુને પરઠવ્યા પછી જે ચૈત્યવંદના કહી છે તે પણ ત્રણ થોયની જ ચૈત્યવંદના છે. તે શ્રી ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી રચિત આવશ્યકનિયુક્તિનો પાઠ :
आयंमि चेइअहरं, गंतूण चेइआई वंदिज्जा । अजिअत्थय तिन्नि थुई परिहायंतिव्व कड्डन्ति ॥२८॥