Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૦૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર (૧) શ્રી આવશ્યકબૃહદ્રવૃત્તિ, (૨) શ્રાવકધર્મપ્રકરણ, (૩) આવશ્યકલઘુવૃત્તિ, (૪) આવશ્યકચૂર્ણિ, (પ) પંચાશકવૃત્તિ, (૬) શ્રી યશોદેવ ઉપાધ્યાય કૃત પંચપદપ્રકરણ, (૭) ૧૦૭૦માં થયેલા દેવગુપ્તસૂરિ કૃત નવપદપ્રકરણવૃત્તિ, (૮) સંવત ૧૮૮૩માં થયેલા ચંદ્રગચ્છીય શ્રી સિંહાચાર્ય કૃત શ્રાવકપ્રતિક્રમણચૂર્ણિ, (૯) યશોવિજયસૂરિકૃત પંચાશકચૂર્ણિ, (૧૦) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યકૃત યોગશાસ્ત્રવૃત્તિ, (૧૧) શ્રી વર્ધમાનસૂરિકૃત કથાકોશ, (૧૨) શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર, (૧૩) તપાગચ્છાધિરાજ દેવેન્દ્રસૂરિકૃત શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ. આ રીતે અનેક શાસ્ત્રપાઠમાં પ્રથમ કરેમિ ભંતે અને પછી ઇરિયાવહી કહેલ છે. તથા
આ મુજબના મહાધુરંધર પૂર્વાચાર્યકૃત ગ્રંથોમાં ત્રણ થાયથી ચૈત્યવંદના કહેલ છે :
(૧) ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી, (૨) પૂર્વધર શ્રી સંઘદાસગણી, (૩) પૂર્વધર શ્રી દેવદ્ધિગણી, (૪) ૧૪૪૪ ગ્રંથ રચયિતા શ્રી હરિભદ્રસૂરિ, (૫) નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિ આદિ ગ્રંથોમાં ત્રણ થોય કરીને ચૈત્યવંદના કરવાનું કહેલ છે.
શ્રી હરિભદ્રસૂરિ, પ્રદ્યુમ્નસૂરિકૃત ત્રણ થોયના જોડા પણ મળી આવે છે. જેમાં પ્રથમ અધિકૃત અરિહંતની થોય, બીજી સર્વ જિનની થાય અને ત્રીજી જ્ઞાનની થોય, આવી રીતે ત્રણ થોયના ઘણા જ જોડા જોવા મળે છે.
આ બધા મહાપુરુષો ત્રણ થાય માનતા હતા. જો એ મહાપુરુષો ત્રણ થાય નહોતા માનતા એવું કોઈ કહે તો તે મહાપુરુષો શા માટે ત્રણ થોયનું પ્રતિપાદન પોતાના ગ્રંથોમાં કરે? શા માટે ત્રણ થયના જોડા રચે? આ સિવાય ત્રણ થાયથી ચૈત્યવંદન કરવાનું નીચે મુજબના મહાપુરુષોએ કહેલ છે :
(૧) વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ ઉત્તરાધ્યયનવૃત્તિમાં ત્રણ થાય કહી છે. (૨) તપાગચ્છાધિરાજ શ્રી દેવેન્દ્રસૂરિએ શ્રાવકદિનકૃત્યસૂત્રવૃત્તિમાં. (૩) શ્રી ધવલચંદ્ર ઉપાધ્યાય કૃત પ્રતિક્રમણ અવસરમાં.