Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૦૭ | ઉત્તરાધ્યયન લઘુટીકામાં પણ એક-બે-ત્રણ શ્લોકની થઇ કહી છે. તે પાઠ :
स्तवा देवेन्द्रस्तवादयः एकादिसप्तश्लोकान्ता यत उक्तं एगदुगतिसिलोगा थुईउ इत्यादि ।
ભાવાર્થ :- આનો અર્થ પણ પૂર્વે લખ્યા મુજબ છે. એમાં પણ ત્રણ થાય
છે.
તે સિવાય ઉત્તરાધ્યયનવૃત્તિ ૧૨ હજારી, તેમાં પણ લખેલ છે. તે પાઠ : स्तवा देवेन्द्रस्तवादयः स्तुतयः एकादिसप्तश्लोकान्ता यत उक्तं - एगदुगतिसिलोगाओ थुई, नो अन्नेसिं जाव सत्तेव इत्यादि ॥
એનો અર્થ પણ પૂર્વે લખ્યો તે મુજબ છે. તથા તપાગચ્છીય ભાવવિજયજી ઉપાધ્યાય કૃત ઉત્તરાધ્યયનટીકામાં પણ સાત શ્લોકના અંત સુધી થઈ કહી છે. તે પાઠ :
स्तवा देवेन्द्रस्तवाद्याः स्तुतयः एकादिसप्तश्लोकान्ताः ततश्च स्तवाश्च स्तुतयश्च स्तुतिस्तवाः स्तुतिशब्दस्य इदंतत्वात्पूर्वनिपातः इत्यादि ।
અર્થ :- આનો અર્થ પણ પૂર્વે લખ્યો તેમજ છે. ઉપર મુજબના ગ્રંથોના પાઠમાં જે સ્તવ-સ્તુતિના લક્ષણ કહ્યા તેમાં સ્તવ એટલે શકસ્તવાદિક (નમુત્યુ) અને થોય સમુદિત પાઠે એક-બે-ત્રણ તથા સાત શ્લોકની કહી. તે નામસ્તુતિ-શ્રુતસ્તુતિ-સિદ્ધસ્તુતિ એ ત્રણ સૂત્રસ્તુતિ તથા પદ-અક્ષર-સ્વરે કરીને વર્ધમાનથઇ સંસારદાવા વગેરે તથા પ્રતિક્રમણ સમાપ્તિ થાય નમોડસ્તુ વર્ધમાનાય, વિશાલલોચનદલ તે પછી ત્રણ ચૂલિકા થોય પણ પૂર્વોક્ત પંચાંગી ગ્રંથોના અભિપ્રાયથી જાણવી. તેમજ આવશ્યકચૂર્ણિમાં ચતુર્વિશતિસ્તવ એટલે લોગસ્સ-૧, શ્રુતસ્તવ એટલે પુખરવરદી-૨, સિદ્ધસ્તવ એટલે સિદ્ધાણં બુદ્ધાણં-૩ એ ત્રણ સ્તવને શ્રી કાયોત્સર્ગનિર્યુક્તિચૂર્ણિમાં સ્તુતિ કહેલ છે. તે પાઠ : __ अपरिमिए णं काले णं उस्सारेयव्वं तं च नमो अरिहंताणं ति भणित्ता पारेइ पच्छा थुई जेहिं इमं तित्थं इमाए उस्सप्पिणीए देसियं