Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
પૂર્વધર તથા પૂર્વાચાર્યોના વચન ઉલ્લંઘવાથી શ્રી આત્મારામજીનું શી રીતે કલ્યાણ થશે ? તેમના અનુયાયીઓની શી દશા થશે ? ॥ સ્તુતિ તથા સ્તવના લક્ષણ II
૧૦૬
જ્ઞાનભાસ્કર આચાર્ય શ્રી મલયગિરિજી વ્યવહારવૃત્તિ ખંડ-ખંડમાં આ રીતે કહે છે. તે પાઠ :
एक श्लोका द्विश्लोका त्रिश्लोका वा स्तुतिर्भवति परश्चतुःશ્લોળાવિ: સ્તવઃ ॥
અર્થ :- એક-બે અને ત્રણ શ્લોકની થોય થાય છે. ચાર શ્લોક આદિને સ્તવ કહેવાય.
થિરાપદ્ર ગચ્છના મંડન શ્રી વાદિવેતાલ શાંતિસૂરિ ઉત્તરાધ્યયનસૂત્રની બૃહવૃત્તિમાં પણ સ્તુતિ-સ્તવનું લક્ષણ કહે છે. તે પાઠ :
तत्र स्तवा देवेन्द्रस्तवादयः स्तुतय एकादिसप्तश्लोकांताः । यत उक्तं एकदुगतिसिलोगा थुईओ अन्नेसिं जाव हुंति सत्तेव । देविंदत्थवमाई तेण परं तत्थया होंतित्ति ॥
ભાવાર્થ :- હે ભગવાન, થોયના મંગલથી કરીને જીવ શું ઉત્પન્ન કરે ? તો ભગવાન કહે છે કે બોધિલાભ ઉત્પન્ન કરે છે.
ત્યાં સ્તવ દેવેન્દ્રસ્તવાદિક સ્તુતિ એક શ્લોકથી લઈ સાત શ્લોક સુધી. જે માટે કહ્યું છે કે એક-બે-ત્રણ શ્લોકની થોય બીજા કોઈ આચાર્યના મતે સાત થોય થાય છે. ત્યારબાદ દેવેન્દ્રસ્તવ આદિ સ્તવ હોય છે. શ્રી ઉત્તરાધ્યયન અવસૂરિમાં પણ તે મુજબ કહ્યું છે. તે પાઠ :
तत्र स्तवा देवेन्द्रस्तवादयः स्तुतय एकादिसप्तश्लोकान्तास्ततो द्वन्द्वे स्तुतिस्तवा: स्तुतेः क्त्यंतत्वात्प्राग्निपाते प्राप्तेति सूत्रे प्राकृतत्वात्व्यत्ययनिर्देशः ॥
ભાવાર્થ :- આનો અર્થ પૂર્વે લખ્યો છે તેમજ છે. તેમાં પણ એક-બે-ત્રણ તથા સાત શ્લોકની થોય કહી છે.