Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર उद्देशादिनिर्देशात् नन्दिसमवायांगठाणांगादौ उपधाननिर्देशात् परम्परायां विस्तारदर्शनाच्च तत्तु आचारांगादियोगाधिकारे साधूनामिव यत्र उपधानविधिविशेषो न निर्दिश्यते तत्रोत्सर्गतः आचाम्लत्रयैः श्राद्धानामप्युद्देशादि समाप्यते इति भावः ॥
આ પાઠમાં મહાનિશીથના આધારે ચૈત્યવંદનસૂત્રોના વિધિપૂર્વક વાચનાનુયોગ સમ્યગ્દષ્ટિને સિદ્ધ કહ્યાં. સામાયિક આદિ આવશ્યકસૂત્રનો વાચનાનુયોગ દેશવિરતિને શ્રીમહાનિશીથમાં વિશેષ ઉપધાનવિધિના અનિર્દેશપણાથી અને અનુયોગદ્વાર આદિમાં ઉદ્દેશ-નિર્દેશપણાથી તથા નંદીસૂત્ર-ઠાણાંગસૂત્ર આદિમાં ઉપધાનનિર્દેશથી પરંપરાએ વિસ્તાર દેખાવાથી આચારાંગ આદિ યોગાધિકારના વિશે સાધુની પેઠે જયાં ઉપધાનવિધિનો નિર્દેશ ન હોય ત્યાં ઉત્સર્ગથી ત્રણ આયંબિલ કરીને શ્રાવકોને ઉદ્દેશાદિકની સમાપ્તિ કરવી કહેલ છે. આ અભિપ્રાયથી પ્રતિક્રમણ એટલે આવશ્યકના ઉપધાનમાં સિદ્ધસ્તવનું ઉપધાન સંભવે, પણ ચૈત્યવંદનસૂત્રના ઉપધાનમાં સિદ્ધવ ન સંભવે. કારણ કે અવિરત-સમ્યગ્દષ્ટિ તથા દેશવિરતશ્રાવક બંનેને ચૈત્યવંદનસૂત્રનું ઉપધાન સંભવે, પણ આવશ્યકનું ઉપધાન તો એ પાઠના અભિપ્રાયથી દેશવિરતિને જ સંભવે. તેથી જ મહાનિશીથસૂત્રમાં ચૈત્યવંદનસૂત્રોના ઉપધાનમાં સિદ્ધસ્તવના ઉપધાન કહેલ નથી. તો આચારદિનકરમાં સિદ્ધસ્તવને ઉપધાન વિના વાંચવું કહેલ છે. પોતપોતાના ગ૭ સંબંધી ઉપધાનવિધિપ્રકરણોમાં શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ નામના છઠ્ઠા ઉપધાનમાં સિદ્ધસ્તવના ઉપધાન કહેલ છે. તે પ્રતિક્રમણશ્રુતસ્કંધ આશ્રયીને સંભવે છે, પણ ચૈત્યવંદનામાં એ સિદ્ધસ્તવ સ્તુતિરૂપે ગ્રહણ સંભવ છે. અને પ્રતિક્રમણ શ્રુતસ્કંધમાં સ્તવસ્તુતિરૂપે સંભવે છે. નહીંતર ગીતાર્થોના પરસ્પર અવિરોધી વચન પણ વિરોધ પામે. પંચવસ્તકમાં શ્રી હરિભદ્રસૂરિએ તેમ જ કહ્યું છે. તે પાઠ : तह वरकाणेअव्वं, तहा तस्स अवगमो होइ । आगमिअमागमेणं, जुत्तीगम्मं तु जुत्तीय ॥१॥