Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૦૧ જવાબ :- સાધુ, સાધુ જેવા (લિંગ પ્રમાણે) વસ્ત્ર પહેરે તો લોકોને પ્રીતિ ઉપજે કે તે સાધુ છે. મનમાં આવે તેવો વેશ ધારણ કરીને તો ભાંડ પણ ફરે છે. કોણ જૈન સાધુ છે, તે કેમ ખબર પડે ? અનેક પ્રકારના વિકલ્પ એટલે નાના પ્રકારના ઉપકરણની કલ્પના અધિકારથી જાણવામાં આવે કે વર્ષાકલ્પાદિક ઉપકરણ સાક્ષાત્ સાધુને જ હોય. એટલે કે શ્વેત-માનોપત કંબલ વગેરે ઉપકરણ તો જૈનસાધુને જ હોય. એટલે એ બતાવવા લિંગનું મહત્ત્વ છે. વળી સંયમનિર્વાહ અર્થે વસ્ત્ર ન રાખે તો વરસાદમાં સંયમને બાધા નડે. કદાચ કોઈ સમયે સાધુનું મન ફરી જાય તો વસ્ત્ર સામે જોતાં જ ખબર પડે કે હું જેનસાધુ છું, મને આ શોભે ? કદાચ પાછો ફરી જાય. માટે લિંગનું પ્રયોજન છે.
પ્રશ્ન :- જ્ઞાન-દર્શન-ચારિત્ર જ મોક્ષનું કારણ છે. લિંગ તો મોક્ષનું કારણ નથી. કારણ કે ભરતચક્રવર્તીને લિંગ વિના પણ કેવળજ્ઞાન ઉપજયું હતું.
જવાબ :- વ્યવહારનયના મતમાં તો લિંગને પણ મોક્ષ સદૂભૂતકારણ બતાવેલ છે. એકાંતે લિંગ ન માનવાથી વ્યવહારનો લોપ થાય તો શાસનઉચ્છેદનું પાપ લાગે. નિશ્ચયનયના મતે પણ એ જ અભિપ્રાય છે કે લિંગ પ્રત્યેનો આદર જ કરવો. એટલે મહાવીરસ્વામીએ લિંગ કહ્યું અને પાર્શ્વનાથસ્વામીએ લિંગ કહ્યું તે પોતપોતાના તીર્થમાં મોક્ષનું કારણ છે. માટે વીરપ્રભુના સાધુઓ રંગેલા તથા મૂલ્યથી બહુ મોંઘા વસ્ત્ર ધારણ કરે તો તે ભાંડલિંગ થાય અને કુલિંગ પણ થાય.
આવી રીતે (૧-૨) શ્રી આચારાંગસૂત્ર અને વૃત્તિ (૩-૪) શ્રી સૂયગડાંગસૂત્ર અને વૃત્તિ, (પ-દ) શ્રી નિશીથસૂત્ર અને ચૂર્ણિ, (૭-૮) શ્રી ઓશનિયુક્તિ મૂળ અને ટીકા, (૯-૧૦) શ્રી આવશ્યકનિયુક્તિ મૂળ અને વૃત્તિ, (૧૧-૧૨) શ્રી પંચાશક મૂળ અને ટીકા, (૧૩-૧૪) શ્રી ઠાણાંગસૂત્ર અને વૃત્તિ, (૧૫-૧૬) શ્રી ગચ્છાચાર પત્રો સૂત્ર અને વૃત્તિ, (૧૭-૧૮) શ્રી પિંડનિર્યુક્તિ મૂળ અને વૃત્તિ, (૧૯) શ્રી ભગવતીસૂત્રવૃત્તિ, (૨૦) કલ્પસુબોધિકા (શ્રી વિનયવિજયજી કૃત), (૨૧-૨૨) શ્રી દશઠાણ મૂળ અને વૃત્તિ, વગેરે ગ્રંથોમાં શ્રી વીરશાસનના સાધુઓને શ્વેત-માનોપત