Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧00
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ज्ञानं च यथावदवबोधो दर्शनं च तत्त्वरुचिश्चारित्रं च सर्वत्र सावद्यविरतिः रे इत्यवधारणे स च लिंगस्य मुक्तिसद्भूतसाधनतां "ववछिन्नत्ति ज्ञानाद्येव मुक्तिकारणं न तु लिंगमिति । श्रूयते हि भरतादीनां लिंगं विनापि केवलज्ञानोत्पत्तिरिति निः निश्चय इति निश्चयनये विचार्ये व्यवहारनये तु लिंगस्यापि कथंचिन्मुक्तिसद्भूतहेतुतेष्यत एव तदयमभिप्रायो निश्चये तावालिंग प्रत्याद्रियत एव न व्यवहार एव तूक्तहेतुभिः तदित्थतीति तद्भेदस्य तत्त्वतोऽकिंचित्करत्वान्न विदुषा विप्रत्ययहेतुता शेषं स्पष्टमिति सूत्रार्थः ॥
ભાવાર્થ :- શ્વેત-માનોપેત વસ્ત્ર ધારે તે તે લિંગ (ઓળખાણ) મહાવીરસ્વામીના સાધુ છે અને બહુમોંઘા, પંચવર્ણા વસ્ત્રો ધારે તે લિંગ પાર્શ્વનાથ ભગવાનના સાધુનું છે. મહાવીર પ્રભુના સાધુ જો રંગેલાં-બહુમોંઘા વસ્ત્ર પહેરે તો તે કુલિંગી કહેવાય.
પ્રશ્ન :- રંગેલા કપડાં પહેરે તે સાધુ કુલિંગી છે, તો પછી પાર્શ્વનાથ પ્રભુના સાધુ કુલિંગી જ કહેવાય ને ?
જવાબ :- આવું ન બોલાય. કારણ કે પાર્શ્વનાથ પ્રભુના સાધુ પાંચવર્ણા વસ્ત્રો પહેરે તે તેમનો આચાર છે. જે સાધુ તેના આચાર અને આજ્ઞામાં ચાલે તેને કુલિંગી ન કહેવાય. પાર્શ્વનાથસ્વામીના સાધુને સચેલપણું અને વર્ધમાનસ્વામીના સાધુને અચેલપણું તીર્થકરોએ માનેલ છે. એટલે એ માર્ગ એમ જ જોઈએ, તેમાં શંકા ન કરવી. કોઈ કહે કે મહાવીરસ્વામીના સાધુ રંગેલાં વસ્ત્ર પહેરે તો શું થઈ જાય ? તો જવાબ છે કે મહાવીરસ્વામીના સાધુ વક્ર અને જડ છે. તે સદાય રંગવાનું જ કરતાં રહે. એ દોષપ્રવૃત્તિ મટાડવી ઘણી કઠણ છે. માટે તેમને રંગેલા વસ્ત્ર પહેરવાનો સંપૂર્ણ ત્યાગ કરાવી દીધો. જયારે પાર્શ્વનાથ પ્રભુના સાધુ ઋજુ અને સરળ છે. તેથી તેમને રંગેલા વસ્ત્ર પહેરવાની છૂટ આપી તે તેમના ઋજુ-પ્રાજ્ઞપણાથી, એ પરમાર્થ છે.
પ્રશ્ન :- લિંગમાં શું છે ? (મતલબ કે મહાવીરના સાધુને એકસમાન શ્વેત વસ્ત્રોનું મહત્ત્વ કેમ ?)