Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
પ્રશ્ન :- શ્રી મહાનિશીથસૂત્રમાં તો ચૈત્યવંદનાના સૂત્ર તથા સ્તવ ચાર કહ્યાં છે. પણ સવ્વલોએ અરિહંત ચેઇયાણંને સૂત્રસ્તવ કહેલ નથી. તો ત્રણ થોયના અનુક્રમમાં એ સૂત્ર કેમ લેવાય ?
૯૨
જવાબ :- હે ભદ્ર, મહાનિશીથમાં અરિહંતસ્તવ કહેવાથી ચૈત્યસ્તવ તો આવ્યો જ. કેમ કે અરિહંત ચેઇયાણં એ પાઠમાં ચૈત્યશબ્દ કહેવાથી ચોવીશ જિનનું કથન છે. અને સવ્વલોએ અરિહંત ચેઇયાણંમાં સમસ્ત અતીતઅનાગત-વર્તમાન-વિહરમાન જિનેશ્વર પ્રતિમા કહેલ છે. આમ બંને સ્થાપના એક જ છે. તે દર્શક આચારદિનકરનો પાઠ :
अर्हच्चैत्यानां कायोत्सर्गं करोमि तेषामाराधनार्थमित्यर्थः । अत्र चैत्यकथने जिनानां चतुव्विंशतिवर्त्तमानानां कथनं यत्र च सव्वलोए अरहंतचेइयाणं इति कथने समस्तानागतातीतवर्त्तमानविहरमाणप्रतिमारूपाणां जिनानां त्रैलोक्यमहितानां ग्रहणं कार्यमित्याह वंदणवत्तिय ॥
ભાવાર્થ :- અરિહંત પ્રભુના ચૈત્ય (દેરાસર)ને આરાધવા કાઉસ્સગ્ગ કરું ? અહીંયાં ચૈત્ય કહેવાથી ચોવીશે વર્તમાન તીર્થંકરનું કથન છે. સવ્વ લોએ અરિહંત ચેઇયાણંથી સમસ્ત લોકમાં રહેલ અતીત-અનાગત-સમસ્ત વિહરમાન પ્રતિમારૂપ જિન, ત્રિલોકપૂજ્યની પૂજા ફળ ગ્રહણ કરવા કહે છે. (વંદણવત્તિયાએ વગેરે પાઠ). અહીં અરિહંતસ્તવનો અને ચૈત્યસ્તવનો ગ્રંથકારે બંનેનું સાદશ્યપણું હોવાથી ભેગો અર્થ કરેલ છે. આવશ્યકસૂત્રમાં સવ્વલોએ એ પાઠ કહ્યો છે અને મહાનિશીથસૂત્રમાં અરિહંતસ્તવને ચૈત્યસ્તવ સાથે ગણેલ છે. અરિહંતસ્તવ અને ચૈત્યસ્તવમાં ‘સવ્વલોએ” એ ચાર અક્ષરથી વધુ ફરક નથી. તેથી પૃથક્ કહ્યો નથી. પણ ચૈત્યવંદન આદિ અનુક્રમમાં ભદ્રબાહુસ્વામી વગેરે આચાર્યો પૃથક્ સ્તવ કહે છે. આમ સિદ્ધાંત ન્યાયે ત્રણ થોયના અનુક્રમમાં એ સ્તવ ગ્રહણ કરાય છે.
પ્રશ્ન :- સલોએ અરિહંત ચેઇયાણને સ્તવ ક્યાં કહેલ છે ?
જવાબ :- આચારદિનકરમાં કહેલ છે. તે પાઠ :