Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૯૧
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
एगं चिअ कीर छटुं, चउत्थमेगं तु होइ कायव्वं । पणुविसं आयामा, चउवीसथयम्मि उवहाणं ॥४॥ एगं चेव चउत्थं, पंच य आयंबिलाणि नाणथए । चिइवंदणाइ सुत्ते, उवहाणमिणं विणिढेि ॥५॥
ભાવાર્થ :- આ પાઠનો ભાવાર્થ આગળ મુજબ જાણવો. આમાં ત્રણ થોયના સૂત્ર કહ્યા છે, પણ ચોથી થોયનું “યાવચ્ચગરાણે સૂત્ર” કહ્યું નથી. પ્રશ્ન :- ત્રણ થોયના સૂત્રો કેવી રીતે થાય છે ? જવાબ :- પ્રથમ નમુત્થણ, અરિહંત ચેઇયાણ કહી કાઉસ્સગ્ન કરી સ્તુતિ કહેવી તે પ્રથમ થોય. પછી લોગસ્સ, સવ્વલોએ અરિહંત ચેઇયાણ કરી કાઉસ્સગ્ગ કરી સ્તુતિ કહેવી તે બીજી થાય, ત્યારબાદ પુખરવરદી, સુઅસ્સે ભગવઓ કહી કાઉસ્સગ્ન કરી સ્તુતિ કહેવાય તે ત્રીજી થાય. આમ ત્રણ થોયના સૂત્રો મહાનિશીથસૂત્ર આગમ મુજબ થાય છે.
પ્રશ્ન :- પંચાશકવૃત્તિમાં નમુસ્કુર્ણ આદિ પાંચ દંડક અને ત્રણ થાયથી ચૈત્યવંદના કહી છે. જયારે અહીં તો પાંચ સ્તવ કહ્યા છે, તો આમ કેમ?
જવાબ :- સ્તવને પર્યાયાન્તરસંજ્ઞાથી દંડક કહેવાય છે. પ્રશ્ન :- સ્તવથી પર્યાયાંતરસંજ્ઞાથી દંડક કયા કહ્યાં છે ?
જવાબ :- મૂળસૂત્રમાં ચૈત્યવંદનાના સૂત્રને સ્તવ તથા સ્તુતિ કહીને બતાવ્યાં છે. અને ગ્રંથોમાં દંડક કહીને બતાવેલ છે. તેથી ચૈત્યવંદનાના સૂત્ર સ્તુતિ-સ્તવને પર્યાયાંતરસંજ્ઞાથી દંડક કહેવાય છે. પ્રશ્ન :- પૂર્વધરોના કોઈ ગ્રંથમાં સ્તવને દંડક કહેલ છે કે નહીં ?
જવાબ :- ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામીએ વંદનપયન્નામાં અરિહંતસ્તવને દંડક કહી બતાવેલ છે. તેથી તુલાદંડન્યાયે કરી આદિ-અંતના સ્તવને દંડક ગણાય છે. પૂર્વાચાર્યો દંડ એટલે સરળ પાઠનું કહેવું તેને કહે છે. તે ન્યાયે નમુત્થણે -અરિહંતસ્તવ-નામસ્તવ-ચૈત્યસ્તવ અને શ્રુતસ્તવને સરળપણે બોલવા એટલે દંડક સંભવે છે. બાકી બહુશ્રુત કહે તે પ્રમાણ.