Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૯૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કરેલા ઘણા ગ્રંથોમાં ત્રણ થાયથી ચૈત્યવંદન કરવાનું કહ્યું છે.
૪૫ આગમમાંના એક એવા “મહાનિશીથસૂત્ર”માં કે જે શ્રી ગણધરરચિત છે તેમાં ત્રણ થોયના સૂત્ર છે, પણ ચાર થોયના નથી. તે પાઠ :
से भयवं, इरियावहियमहिज्जित्ताणं तओ किमहिज्जा ? गोयमा ! सक्कत्थवाइयं चेइवंदनणवहाणं णवरं सक्कत्थयं एगट्ठमबत्तीसाए अरहन्तत्थयं एगेणं चउत्थेणं तिहिं आयम्बिलेहिं चउवीसत्थयं एगेणं छद्रेणं एगेणं चउत्थेणं पणवीसाए आयंबिलेणं पाठांतरे अट्ठमेणं परं चउत्थेण इति नत्थि, णाणत्थयं एगेणं चउत्थेणं पंचहिं आयंबिलेहि।
ભાવાર્થ :- ઉપધાન કર્યા વિના ક્રિયા શુદ્ધ થતી નથી. નવકારનો ઉપધાન વહ્યા બાદ ઇરિયાવહીનો ઉપધાન વહેવો. ગૌતમસ્વામી પૂછે છે કે હે ભગવાન, ઇરિયાવહી ભણ્યા પછી શું ભણવું? ત્યારે ભગવાન કહે છે :
હે ગૌતમ, નમુત્થણ વગેરે લઈ ચૈત્યવંદન વિધાન ભણવું. નમુત્થણ એક અટ્ટમ અને બત્રીસ આયંબિલ કરીને ભણવું. અરિહંત ચેઇયાણું એક ઉપવાસ અને ત્રણ આયંબિલ કરીને, લોગસ્સ એક છટ્ટ અને પચ્ચીસ આયંબિલ કરીને અને પુષ્પરવરદીવઢે એક ઉપવાસ અને પાંચ આયંબિલ કરીને ભણવું. આમાં (૧) નમુત્થણ, (૨) અરિહંત ચેઇયાણ, (૩) લોગસ્સ અને (૪) પુષ્પરવરદીવઢે આ ચાર સૂત્ર ચૈત્યવંદનાના થયા. તેથી અનુક્રમે ત્રણ થાય થાય છે. આ જ વાત શ્રી માનદેવસૂરિએ ઉપધાનપ્રકરણમાં કહી છે. તે પાઠ : पंचनमुक्कारे किल, दुवालसतवो उ होइ उवहाणं । अट्ठय आयामाई, एगंतह अ मेअंते ॥१॥ एवं चिअ नीसेसं, इरियावहिआई होइ उवहाणं । सक्वत्थयंमि अट्ठम, मेगं बत्तीस आयामा ॥२॥ अरहंतचेइअथए, उवहाणमिणं तु होइ काइव्वं । एगं चेव चउत्थं, तिन्नि अ आयंबिलाण तहा ॥३॥