Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કર્તવ્ય માનીએ છીએ. કેમ કે સર્વ ગ્રંથમાં કહેલ ભિન્નભિન્ન સામાચારી હોય અને તે બધી જ અવશ્ય કરવી એવું લખાણ શાસ્ત્રમાં દેખાતું નથી. અને જે પૂર્વધરાદિ અનુયાયી પરંપરા કરવી તેવું ન માને તેને તો જે ગ્રંથના જે સામાચારી હોય તે સર્વે કરવી જોઈએ. શ્રી સેનપ્રશ્નમાં કહ્યું છે :
खाद्याः कथयंत्यस्माकं पौषधिकाः रात्रेस्तुर्ययामे समुत्थाय पौषधमध्ये सामायिकं कुर्वन्ति तदक्षराणि च प्रतिक्रमणसूत्रचूर्णी सन्ति । तेन श्रीमतां श्रीपूज्याः सामायिकं कथं न कारयंतीति प्रश्न: ? रात्रिपौषधमध्ये पाश्चात्यरात्रौ सामायिककरणमाश्रित्य यानि चूर्ण्यक्षराणि संति तानि सामाचारीविशेषेण समर्थनीयानि, न तु दूषणीयानि तस्याः शिष्टकृतत्वात् । न चात्मनां तदक्षरदर्शनेन तत्कर्त्तव्यतापत्तिः, सर्वेऽपि सामाचारीविशेषाः सर्वैरपि अवश्यंभावेन विधेया एवेति शास्त्राक्षरानुपलंभादिति । किञ्च खरतरपक्षीयाणां चूर्णिगतैकवचनं युक्तिमन्न प्रतिभाति तद्गतसकलसामाचार्यास्तै-रकरणात् । यदि च तेषां चूाः प्रामाण्यमेव तदा तद्गता सकलापि सामाचारी तैः कथं न विधीयत इति बहुवक्तव्यमस्तीति ॥१९॥
ભાવાર્થ :- ખરતરગચ્છવાળા કહે છે કે અમારે પૌષધવાળા રાત્રિના ચોથા પહોરમાં જાગીને પૌષધમાં જ સામાયિક કરે છે. તેના અક્ષર પણ પ્રતિક્રમણચૂર્ણિમાં છે. તમારા પૂજ્યો તેમ કેમ નથી કરાવતાં?
જવાબ :- “સર્વ સામાચારી વિશેષ સર્વે પણ અવશ્યભાવે કરવી જ” એવા અક્ષર શાસ્ત્રમાં નથી. ખરતરગચ્છવાળાને જો પ્રતિક્રમણચૂર્ણિ પ્રમાણ છે તો તેમાંની સકલ સામાચારીને કેમ નથી પાળતાં ?
આમ, પૂર્વધરાદિ પરંપરાના ગ્રંથ પ્રમાણ કરે તેને કોઈ નુકસાન નથી. પણ પોતાના મતકલ્પિત પ્રમાણે ગ્રંથનું એક વચન માનવું ને તે ગ્રંથના બીજા વચનો ન માનવા એવો ન્યાય તો આત્મારામજી સિવાય બીજા સમજુ માણસો ન જ કરે.
આ ૮૨ ગ્રંથોના પાઠ ચાર થોયની તરફેણમાં આત્મારામજી આપે છે.