Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૬૧
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર વગેરેમાં ગૂંથી છે. તે આગમોક્ત બહુશ્રુત પરંપરાગત આચરણા ગણાય. તે આચરણાથી શાસ્ત્રના વિયોગે પણ સમ્યગ્દષ્ટિ પુરુષોને સર્વ અનુષ્ઠાન જાણ્યા જાય છે. તેને જીત કહેવાય. જીતને જ સમયકુશલ આચરણા કહેવાય. આવું આગલી ગાથામાં આચાર્ય સ્પષ્ટ જણાવે છે.
બે ગાથાનું ભેગું અવતરણ :- આવો જીતવ્યવહાર પૂર્વધરો વખતે હતો, અત્યારે છે અને ભવિષ્યમાં દુuસહસૂરિ સુધી પ્રવર્તશે. જીતથી આચરવું તેને જીતાચરણા કહેવાય. તે અનુસાર હિંસા રહિત, શુભધ્યાનજનક, કયા કાળમાં કયા આચાર્ય આચરી તેવી ખબર ન હોય તેને અજ્ઞાતમૂલ આચરણા કહેવાય. આવી અજ્ઞાતમૂલ આચરણા પણ સૂત્ર પ્રમાણે પ્રમાણ કરવી.
જેમ શ્રી હરિભદ્રસૂરિ સ્વરચિત પંચવસ્તુક ગ્રંથમાં પ્રતિક્રમણવિધિમાં પૂર્વે વર્ધમાનત્રણસ્તુતિ સુધી પ્રતિક્રમણ સમાપ્તિ કરી, થોડી વેળા ગુરુ પાસે વિશ્રામ કરીને ઉઠતા અને અત્યારે સ્તવન-સ્વાધ્યાય સુધી પ્રતિક્રમણની સમાપ્તિ કરીને ઊઠે છે. આપણને એ ખબર નથી કે એ આચરણા ક્યા કાળમાં કયા આચાર્યો ચલાવી છે. પણ આવી અજ્ઞાતમૂલ આચરણા હોય તેને સૂત્ર પ્રમાણે પ્રમાણ કરવી. (ભાષ્યગાથાનું અવતરણ.)
સૂત્રથી વિરોધ ન કરાયેલ, નિરવદ્ય આચરણા પ્રમાણ કરવી, પણ સૂત્રથી વિરોધ થાય તેવી આગમનિષિદ્ધ સાવઘ આચરણા પ્રમાણ ન કરવી. શ્રી ધર્મરત્નપ્રકરણમાં શાંતિસૂરિજીએ આ મુજબ કહ્યું છે. તે સૂત્રવિરોધી આચરણા આ મુજબ છે : (૧) ખાસ સંજોગો વિના (ગાઢ કારણ વિના) રાત્રે વિહાર કરવો. (૨) પોતાના માટે તૈયાર થયેલ આધાકર્મીઆહાર જાણીને ભોગવવો.
(૩) સાધુ ભગવંતને ચોમાસું કરાવવા ગૃહસ્થ જગ્યા બનાવી રાખે તેમાં ચોમાસું કરવું. (૪) અવિરતિ દેવ આદિને નમવું. (૫) પૂજાદિ વિશિષ્ટ કારણ વિના ચતુર્થ સ્તુતિથી દેવવંદન કરવું. (૬) જે ક્રિયા જે ઠેકાણે કરવાની કહી ત્યાં ન કરતાં અન્ય ઠેકાણે કરવી.