Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૭૫
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
(૨) ઉત્કૃષ્ટ ચૈત્યવંદના ત્રણ થાયના પ્રણિધાન પાઠ કરી કહી છે. (૩) ચોથી થાય નવીન કહી છે. (૪) સામાયિક લેતાં પ્રથમ કરેમિ ભંતે અને પછી ઇરિયાવહી કરવાનું કહેલ છે.
આત્મારામજી આ પ્રમાણે માનતાં નથી. નોંધ: ઉપર લખેલા શાસ્ત્રપાઠો પૂર્વધરના પછી તરત થયેલા આચાર્યોના તથા કેટલાક ગ્રંથો પંચાંગીકારના બનાવેલ છે. તેમાં કહ્યા મુજબ આત્મારામજી માનતાં નથી. (૩૧) લલિતવિસ્તરા હરિભદ્રસૂરિકૃત : ૨૪ આમાં દેરાસરમાં પૂજા વગેરે વિશિષ્ટ કારણે ચોથી થોય કરવાનું કહેલ છે, પણ પ્રતિક્રમણ ચોથી થોય કરવાનું કહેલ નથી. આ પ્રમાણે આત્મારામજી માનતાં નથી. (૩૨ થી ૩૭) ચૈત્યવંદન મહાભાષ્ય શાંત્યાચાર્યકૃત :
આમાં નવ પ્રકારની ચૈત્યવંદના ત્રણ થાયથી તથા પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થાય પણ કહેલ છે. જે ફક્ત એકાંતે બૃહકલ્પભાણ અનુસાર ત્રણ થાયથી દેવવંદના માને અને વ્યવહારભાષ્ય અનુસાર દેવવંદના ન માને તથા પૂજા વગેરે વિશિષ્ટ કારણે ચોથી થોય ન માને તેને વ્યાખ્યાન કરી સમજાવેલ છે. તે મુજબ આત્મારામજી માનતાં નથી તથા જે વિધિથી દેરાસરમાં નવ પ્રકારની દેવવંદના કરવી કહી છે તે પ્રમાણે કરતાં નથી.
(૩૮/૩૯) જીવાનુશાસન તથા જીવાનુશાસનવૃત્તિ (દવસૂરિકૃત) :
આમાં મોક્ષ અર્થે દેવતાની પૂજા કાઉસ્સગ્ન કરવો અયોગ્ય કહ્યો છે. જોકે વિપ્ન નિવારણ અર્થે કોઈ કરે તો તે યોગ્ય કહેલ છે. આમાં ક્યાંય ચાર થાયથી ચૈત્યવંદના કહેલ નથી. પૂજાદિ વિશિષ્ટ કારણે નિત્ય કાઉસ્સગ્ગ કરવાનું કહેલ છે. આત્મારામજી આ પ્રમાણે માનતાં નથી. (૪૦-૪૧) યતિદિનચર્યા શ્રી દેવસૂરિકૃત :
મૂળ ગ્રંથમાં દેવસિય પ્રાયશ્ચિત્તનો કાઉસ્સગ્ગ પડિક્કમણું કર્યા પહેલાં કરવાનો કહેલ છે અને આ ગ્રંથના વ્યાખ્યાનકારે પછી કરવાનું કહેલ છે.