Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર (૪૭ થી પ૦) પ્રવચનસારોદ્ધારવૃત્તિ નેમિચંદ્રસૂરિકૃત ટીકા (મૂળ સિદ્ધસેનસૂરિકૃત) : ૯
આ ગ્રંથના મૂળમાં તથા વૃત્તિમાં પૂજાદિ વિશિષ્ટ કારણે દેરાસરમાં ચોથી થોય આચરણાથી કહી છે. ત્રણ થોય બોલાય ત્યાં સુધી જ દેરાસરમાં રહેવાનું કહેલ છે. પ્રતિક્રમણની શરૂઆત તથા અંતમાં સામાન્ય પ્રકારે ચૈત્યવંદના કહી છે, પણ ચાર થાયથી કરવાનું કહ્યું નથી. વિદ્ગનિવારણ અર્થે ક્ષેત્રદેવતા અને શ્રુતદેવતાના કાઉસ્સગ્ન કહ્યા છે. આત્મારામજી આ મુજબ માનતાં નથી. (આ ગ્રંથ રચયિતા ૧૨૭૨માં થયેલા સિદ્ધસેનસૂરિ છે, પણ સિદ્ધસેનદિવાકરસૂરિ નથી.) (૫૧) આવશ્યકચૂર્ણિ - વિજયસિંહકૃતઃ ૭૨ આત્મારામજી લોકોને ભરમાવવા શ્રાદ્ધપ્રતિક્રમણમૂર્ણિ ગ્રંથને આવશ્યકચૂર્ણિ કહે છે. એ ગ્રંથરચયિતા સંવત ૧૧૮૩માં થયેલા ચંદ્રગચ્છીય વિજયસિંહાચાર્ય છે. એમાં જધન્ય પ્રકારે પડિક્કમણાંની શરૂઆતમાં શ્રાવકને ચૈત્યવંદના કહી છે, પણ ચોથી થાય તથા શ્રુત-ક્ષેત્રદેવીના કાઉસ્સગ્ન તથા થોય કરવાનું કહેલ નથી. પ્રતિક્રમણ પર્યત ત્રણ થોયનું મંગલ કરીને પ્રતિક્રમણ સમાપ્ત કર્યું છે. આત્મારામજી આ મુજબ કરતાં નથી. (૫૨) વંદનચૂર્ણિ (યશોદેવસૂરિકૃત) : ૫૧
આમાં પ્રતિક્રમણના આદિ-અંતમાં ચાર થાયથી ચૈત્યવંદના કહી નથી. દેરાસરમાં પૂજાદિ ઉપચારે ચાર થોય કહી છે. શ્રાવકને સામાયિક લેતાં પ્રથમ કરેમિ ભંતે પછી ઇરિયાવહી કહેલ છે. સફેદ વસ્ત્ર પહેરવાનું કહેલ છે, આત્મારામજી તો પીળા વસ્ત્ર પહેરે છે. આમ આત્મારામજી આ ગ્રંથ મુજબ માનતા નથી ને કરતાં પણ નથી.
(૫૩) યોગશાસ્ત્ર (હેમચન્દ્રસૂરિકૃત)ઃ ૩૭ દેરાસરમાં પૂજાદિ વિશિષ્ટ કારણે ચાર થોય કહી છે. પ્રતિક્રમણમાં સામાન્ય જઘન્ય પ્રકારે ચૈત્યવંદના કહી છે. શ્રાવકે સામાયિક લેતાં પ્રથમ કરેમિ ભંતે અને પછી ઇરિયાવહિયા કરવાનું કહેલ છે. વિ. સં. ૧૧૬૬