Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર (૫૮) શ્રાદ્ધવિધિ (રત્નશેખરસૂરિકૃત) : ૩૮
આ ગ્રંથકાર ૧૫૧૧માં થયેલ છે. આમાં નિશ્રાકૃત કે અનિશ્રાકૃત ચૈત્યમાં ત્રણ થાયથી ચૈત્યવંદન કહેલ છે. પૂજાદિ કારણે ચાર થાય પણ કરવાનું કહેલ છે. તથા પ્રતિક્રમણના આદિ-અંતમાં જઘન્ય પ્રકારે ચૈત્યવંદના કહેલ
(૫૯ થી ૬૧) યતિદિનચર્યા (ભાવદેવસૂરિકૃત) : ૩૨
આમાં પંચાંગ નમસ્કાર તથા શ્લોક આદિરૂપ નમસ્કારથી જઘન્ય ચૈત્યવંદના કહી છે. સ્થાપનાહસૂત્રદંડકથી કરીને ૨ સ્તુતિયુગલ કરીને એટલે અરિહંતચેઇયાણે ૧, સવ્વલોએ અરિહંતચેઇયાણ ૨, સૂત્રદંડક અને નામસ્તુતિ ૧, શ્રુતસ્તુતિરૂપ ધ્રુવ-અધુવ થઈ બેએ કરી એટલે થઈ ત્રણે કરી મધ્યમાં અથવા દંડક શકસ્તવ થઈ આવશ્યકચૂર્ણિ ઉક્ત ત્રણ થઇએ કરીને મધ્યમાએ મધ્યમ ચૈત્યવંદનાના ભેદ કહેલા છે. આમાં કોઈ આચાર્ય દંડક શક્રસ્તવાદિકવાચ તથા થઈયુગલ એટલે સંકેત ભાષાથી ચાર થાયથી ચૈત્યવંદના માને છે. ઉત્કૃષ્ટ વિધિપૂર્વક પાંચ શકસ્તવે નિર્મિત તથા શકસ્તવાદિક દંડકપાંચ જયવીયરાય ઇત્યાદિ પ્રણિધાનાંત ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય. અન્ય આચાર્ય બે વાર ચૈત્યવંદના પ્રવેશ ત્રણ, નિષ્ક્રમણ છે, એ પાંચ શક્રસ્તવથી યુક્ત ઉત્કૃષ્ટ ચૈત્યવંદના માને છે. આ રીતથી ત્રણ તથા ચાર થાયથી દેરાસરમાં ચૈત્યવંદના કહી છે. વળી રાઇ પ્રતિક્રમણની વિધિમાં સજઝાય કરીને ભગવાનાદિ ચાર વાંદવાનું કહેલ છે. અને દેવસીપ્રતિક્રમણમાં અસજઝાય ઉઢાવણી કાઉસ્સગ્ન કરી છઠ્ઠો આવશ્યકની મુહપત્તિ પડિલેહવાનું કહેલ છે. આ પ્રમાણે આત્મારામજી માનતા નથી ને કરતાં પણ નથી. તો આ ગ્રંથ માન્યો કેમ કહેવાય ? (૬૨) સામાચારી (અભયદેવસૂરિકૃત) : ૫૫
શ્રી આત્મારામજી ચતુર્થસ્તુતિનિર્ણયમાં લખે છે કે આ ગ્રંથના રચયિતા નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિ છે, પણ તે સાવ જઠું લખે છે. આ ગ્રંથના રચયિતા રુદ્રપલ્લીગચ્છના વિજયચંદ્રસૂરિના શિષ્ય અભયદેવસૂરિ કે તે જ ગચ્છના ગુણચંદ્રસૂરિના શિષ્ય અભયદેવસૂરિ છે.