Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૮૫ આત્મારામજીને આવા દુષ્ટ કાર્ય કરતાં જોઈ કોઈપણ નિકટભવસિદ્ધ સરળ આત્માને તેમની દયા જ આવે. અને તેમને સમજાવે પણ ખરા. કદાચ દુરાગ્રહી-અભિમાની જો પ્રતિબોધ પામી જાય તો તેમનું કામ થઈ જાય. તો બોધ કરવાવાળાને પણ મોટા પુણ્યોપાર્જનરૂપ લાભ થાય. તેવી જિનવાણી છે. અમદાવાદ વગેરેના જ્ઞાનભંડારોમાં આ પુસ્તક છે. તેમાં આવો પાઠ છે જ નહીં. પણ આત્મારામજી કદાચ નહીં માને. કારણ કે તેઓ પૂર્વ નિહ્નવપણામાં ઢંઢીયાના સાધુ હતા તે વખતના સંસ્કારો રહી ગયા લાગે છે. કહ્યું છે ને કે “ટાઢ જાય રૂવે ને આદત જાય મૂએ” પણ આવી આદત ભવભીરુ પુરુષોએ રાખવા યોગ્ય નથી. (૭૫) ધર્મસંગ્રહના અંતર્ગત ગાથા (પૂર્વાચાર્યકૃત) : પર આમાં દેવસિ પ્રતિક્રમણની શરૂઆતમાં સામાન્યપણે ચૈત્યવંદના કહી છે ને શાંતિ પણ કહેવાનું કહેલ નથી. આ પ્રમાણે આત્મારામજી માનતાં નથી ને કરતાં પણ નથી.
આત્મારામજી લખે છે કે આ ગ્રંથના કર્તા માનવિજયજી હીરવિજયસૂરિના શિષ્યના શિષ્ય છે તે સાવ ગપગોળાં છે. કારણ કે આ ગ્રંથ તો વિ. સં. ૧૯૩૮માં આણસૂરગચ્છમાં થયેલા શાન્તિવિજયજીના શિષ્ય માનવિજયજી ઉપાધ્યાયે લખેલ છે.
(૭૬-૭૭) છત્રુવે થઈ બપ્પભટ્ટસૂરીકૃત, છન્નુવે થઈ શોભનમુનિકૃતઃ ૮૦-૮૧
બે ત્રણ શ્લોકની થાય “અમો પર થયે'' એવા વ્યવહારભાષ્યના વચનથી સ્તુતિ સ્તોત્રરૂપે સંભવે છે. જિનપૂજા આદિ વિશિષ્ટ કારણ વિના ત્રણ થાયથી અને કારણથી ચાર થાયથી દેવવંદન કરવા આ જોડલા બનાવેલ છે. તે દેરાસરમાં બોલવા સંભવે છે. પણ સામાયિકમાં કહેવા સંભવતાં નથી. કારણ કે સર્વ જૈન સિદ્ધાંતોમાં અવિરતિધર દેવોને વંદન કરવાનો નિષેધ કરેલ છે.
ચોથી થાય પૈકી કેટલીક થોયોમાં પોતાના શરીરનું રક્ષણ, સુખ, શત્રુનો નાશ જેવી માંગણી, નમસ્કાર, પોતાનો મહિમા વધારવાની માંગણી કરેલ