Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૮૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
કરવાનું કહ્યું છે. પણ ચાર થોયથી કરવાનું કહ્યું નથી. આત્મારામજી આ
પ્રમાણે માનતાં નથી.
(૭૩) પ્રતિક્રમણહેતુગર્ભિત સજ્ઝાય (યશોવિજયજી કૃત) : ૬૧
આમાં સામાયિક વિના ૧૨ અધિકા૨થી દેવવંદના કહેલ છે. જિનગૃહમાં સંધ્યાપૂજા અવસરે દેવવંદન કરી, પડિક્કમણું કરે તે આશ્રયીને છે. શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાના કાઉસ્સગ્ગ કરવાનું કહ્યું છે, પણ થોય કરવાનું કહ્યું નથી. રાઇ પ્રતિક્રમણની વિધિમાં સજ્ઝાય કર્યા પછી ભગવાનાદિ ૪ ખમાસમણ આપવાનું કહ્યું છે. પ્રતિક્રમણના અંતમાં પ્રતિક્રમણપર્યંત મંગલ ત્રણ થોયનું કરવાનું કહ્યું છે. આત્મારામજી તે મુજબ માનતાં નથી ને કરતાં પણ નથી.
(૭૪) ધર્મસંગ્રહ (માનવિજયજી ઉપાધ્યાયકૃત) : ૪૯
આમાં નિશ્રાકૃત-અનિશ્રાકૃત સર્વ દેરાસરોમાં ત્રણ થોયથી દેવવંદન કરવું કહ્યું છે. તથા દેરાસરમાં દ્રવ્યપૂજા કરી જઘન્યાદિ ત્રણ ભેદે ચૈત્યવંદના કહી છે. તેમાં કલ્પભાષ્ય, વ્યવહારભાષ્ય ગાથા આશ્રિત ત્રણ થોયથી તથા પ્રકારાંતરથી ચાર થોયથી દેવવંદના કહેલ છે, પણ એકાંતે ચાર થોય કહેલ નથી.
જ્યારે સંઘાચારભાષ્યની સંમતિથી નવ પ્રકારની ચૈત્યવંદનાનો પાઠ ધર્મસંગ્રહના જીર્ણ પુસ્તકમાં છે જ નહીં. પણ આત્મારામજી સ્વકપોલકલ્પિત ચાર થોયથી નવ પ્રકારનું ચૈત્યવંદન સ્થાપવા પોતાના નવા લખાયેલા પુસ્તકોમાં નીચે પ્રમાણેનો પાઠ ઘૂસાડેલ છે. “સંધાવારવૃત્તૌ વૈતાથી વ્યાવ્રાતા, વૃદ્ધાધ્યસંમત્યા નવધા ચૈત્યવંદ્રના વ્યાવ્યાત' વગેરે ચેઇયરિવાડીમાઇસુ વગેરે નવો પાઠ પોતે જાતે ઉમેરેલ છે. પાના નંબર ૯૯ બીજી લીટીથી માંડી પાના નંબર ૧૦૦ના એક નંબરની લીટી સુધી નવો પાઠ મૂકેલ છે.
જો એક કાનો-અક્ષર પણ જાણીબૂઝીને આઘો-પાછો કરાય તો અનંતસંસારી થવાય. તો પોતાની મતકલ્પનાએ નવો પાઠ કેવી રીતે મૂકી શકાય ?