Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિયુક્તિનિર્ણયછેદનકુઠાર
(૨૩) શ્રી અભયદેવસૂરિકૃત સ્થાનાંગવૃત્તિ ઃ ૬૭
આમાં ચોથી થોયનો કોઈ ઉલ્લેખ જ નથી. આમાં (૧) અરિહંત, (૨) અરિહંત કથિત ધર્મ, (૩) આચાર્ય-ઉપાધ્યાય, (૪) ચતુર્વિધસંઘ (૫) તપ અને બ્રહ્મચર્યના ઉદયથી જેઓ દેવતા બનેલ છે તે પાંચની જે નિંદા કરે તે દુર્લભબોધિ થાય અને તેના ગુણવર્ણન કરે તે સુલભબોધિ થાય એમ કહ્યું છે. અરિહંત આદિના ગુણો તો પ્રખ્યાત છે, પણ દેવતાના ગુણ આવી રીતે છે. વિષય અને વશ વિમોહિત જેના મન છે છતાંય આ દેવતાઓ જિનભુવનમાં અપ્સરા કે દેવાંગના સાથે હાસ્ય આદિ પણ કરતાં નથી. આવું ભાષણરૂપે ગુણવર્ણન કરે તે સુલભબોધિપણાને પામે. પણ સ્તુતિ કરવાનું કહ્યું નથી. જો વર્ણવાદ સ્તુતિરૂપે હોય તો અવર્ણવાદ પણ નિંદા સ્તુતિરૂપે હોવા જોઈએ. તેથી એકાંતે ચોથી થોય નિબંધે અહીંયાં ગુણવર્ણન કહ્યાં નથી. વૃત્તિકા૨ે જે રીતે ગુણવર્ણન કરવાનું કહ્યું તે રીતે આત્મારામજી માનતાં નથી.
૭૩
(૨૪) શ્રી હેમચંદ્રસૂરિષ્કૃત અનુયોગદ્વારવૃત્તિ ઃ ૭૭
આમાં ચાર થોયની કોઈ વાત જ નથી. શ્રુતદેવી એટલે જિનવાણીના પ્રતાપે જે ભવ્યજીવો અનુયોગના જાણકાર થાય છે તે શ્રુતદેવીને હું નમસ્કાર કરું છું. આત્મારામજી આ મુજબ માનતાં નથી.
(આ વૃત્તિકાર એટલે શ્રી હર્ષપુરીગીય શ્રી અભયદેવસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિ છે. પણ દેવચંદ્રસૂરિના શિષ્ય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ નથી.) આ બધા ગ્રંથો પંચાંગીના છે. તેમાં ત્રણ સ્તુતિ કહી છે, પણ ચાર સ્તુતિ ક્યાંય કહી નથી. આત્મારામજી આ મુજબ માનતાં નથી.
(૨૫) પાક્ષિકસૂત્ર ચૂર્ણિ (પૂર્વાચાર્યકૃત) : ૪૨
આમાં પ્રતિક્રમણમાં ચોથી થોય કરવી કે દેવતાનો કાઉસ્સગ્ગ કરવો એવું ક્યાંય કહ્યું નથી. ફક્ત પૂજોપચાર આદિ અર્થે કહેલ છે. તે પ્રમાણે આત્મારામજી માનતાં નથી.