Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૭૧
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર (૧૩) શ્રી સુધર્માસ્વામીકૃત આવશ્યક સૂત્ર : ૬૬
આમાં ચાર કે ત્રણ સ્તુતિનો અધિકાર નથી. પ્રતિક્રમણ પર્યત મંગલ છે. તે ત્રણ જ થાયનું છે.
(૧૪) શ્રી સુધર્માસ્વામીત સ્થાનાંગસૂત્ર : ૬૮ આમાં ત્રણ કે ચાર થીયનો અધિકાર નથી, દેવોનો વર્ણવાદ કહ્યો છે, તે ભાષણરૂપ છે. યુઈનિબંધરૂપે નથી. અને જો થાયનિબંધરૂપે હોય તો ચતુર્વિધ સંઘગુણવર્ણનનિબંધરૂપ પણ થઈ કરવી જોઈએ. આ પ્રમાણે આત્મારામજી માનતા નથી ને કરતાં પણ નથી. (૧૫) આવશ્યકચૂર્ણિ (પૂર્વધરાચાર્ય કૃત) : ૭૦
આમાં પણ ચોથી થાયનો કોઈ અધિકાર નથી. પખી-ચોમાસીસંવત્સરીમાં ક્ષેત્ર-ભુવનદેવીનો કાઉસ્સગ્ગ કહ્યો છે, પણ સ્તુતિ કરી નથી. આ પ્રમાણે આત્મારામજી કરતાં નથી ને માનતા પણ નથી. (૧૬) શ્રી ગણધરકૃત આવશ્યકસૂત્ર : ૭૧ આત્મારામજીએ લોકોને ભમાવવા માટે આ ગ્રંથનું નામ લખ્યું છે. આમાં ચોથી થોયની કોઈ વાત જ નથી. પણ આ સૂત્રમાં કહ્યા મુજબ આત્મારામજી કરતા નથી ને માનતા પણ નથી. (૧૭) પાક્ષિકસૂત્ર (શ્રુતસ્થવિરકૃત) ૭૩
આમાં ચાર થોયની કોઈ વાત જ નથી. શ્રુતઅધિષ્ઠાયક ભગવતી પૂજવા યોગ્ય જ્ઞાનાવરણીયકર્મની ક્ષય કરવાવાળી તે ભગવાનની વાણીની સ્તુતિ કરી છે. તે પ્રમાણે આત્મારામજી માનતા નથી. (૧૮) સંઘદાસગણીકૃત નિશીથભાષ્ય : ૭૮
આમાં ચોથી થાયનો કોઈ ઉલ્લેખ નથી. વિહાર કરતાં માર્ગ ભૂલી જવાય તો વનદેવતાનો કાઉસ્સગ કરવાનું કહ્યું છે. સ્તુતિ કરવાનું કહ્યું નથી. આત્મારામજી ઉપર મુજબના કારણસર વનદેવતાનો કાઉસ્સગ્ન માનતાં નથી.