Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૬૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર સર્વ શુભ અનુષ્ઠાનોના કહેવાવાળા દ્વાદશાંગ એ રત્નાકર સમુદ્ર છે. અથવા રત્નોની ખાણ સરખાં છે, જે કારણથી જે શુભ અનુષ્ઠાન છે તે સર્વ વીતરાગની આજ્ઞા હોવાથી સુંદર છે. //ર ૧ી
શ્રતરત્નાકરમાંથી મૂળ સૂત્રો તો વિચ્છેદ થઈ ગયા. ખરેખર બિંદુ જેટલું જ મૂળ સૂત્ર છે. તેટલામાત્રથી સર્વ અનુષ્ઠાનની કેમ ખબર પડે ? તે બધા આચરણાથી જ સર્વ કર્તવ્યોનો પરમાર્થ જાણી શકાય છે. //રરા
ત્રણ ગાથાનું ભેગું અવતરણ :- દિવસ સંબંધી પ્રાયશ્ચિત્ત ટાળવાના કાયોત્સર્ગ-સ્તુતિ-સ્તવન આદિથી થતા જઘન્ય વગેરે નવ પ્રકારની કર્મક્ષય કરવાવાળી ચૈત્યવંદનવિધિ વગેરે કર્મક્ષય કરવાવાળા શુભધ્યાનના જનક અનુષ્ઠાનો શાસ્ત્રમાં ન કહ્યાં હોય તોપણ શાસ્ત્રમાં જ કહેલા જાણવા. કારણ કે સર્વ નિરવ અનુષ્ઠાન કરવાની વીતરાગની આજ્ઞા છે. તે સર્વ નિરવદ્ય અનુષ્ઠાનનું કથન કરનાર સિદ્ધાંત છે. પણ સમ્યગ્દષ્ટિ દેવ-દેવીને સામાયિક પ્રમુખમાં નમસ્કાર કરવા, પીળા વસ્ત્રો ધારણ કરી લિંગભેદ કરવો આ બધી સાવદ્ય ક્રિયા છે. તે સિદ્ધાંત નથી. આચરણાનું સ્પષ્ટપણું આગલી ગાથામાં આચાર્ય બતાવે છે.
પૂર્વોક્ત શુભઅનુષ્ઠાનનું કથન કરવાવાળા સિદ્ધાંત જાણવા તે મૂલ સિદ્ધાંત દ્વાદશાંગીના ૧૮૦૦૦ પદ વિચ્છેદ થયા બાદ વર્તમાનકાળમાં પૂર્વશ્રુત સમુદ્રની અપેક્ષાએ બિંદુમાત્ર રહ્યા છે તે સૂત્રો, સૂત્રોથી શુભઅનુષ્ઠાનની વિધિ સામાન્યથી સર્વ પ્રકારે જણાતું નથી. તેથી જંબૂ, પ્રભવાદિકની આચરણાએ આવેલી શુભઆચરણા તે ગીતાર્થોએ પંચાંગી અનુસાર પ્રકરણાદિમાં કહી છે. તેથી સર્વ કર્તવ્યોનો પરમાર્થ જણાય છે. હવે આગળની ગાથામાં આચરણાની સ્પષ્ટતા જોઈએ. બહુશ્રુતનો ક્રમ કરીને પ્રાપ્ત થાય તે આચરણા.
અવતરણ :- જેમ સમજુ માણસ અજવાળામાં ઘડો જુએ અને અંધારું થાય તોય ઘડાના સ્વરૂપને ભૂલે નહીં તેમ બહુશ્રુતપુરુષ પણ આગમ વિસર્જન થયા પછી પણ આગમની વાતને ભૂલતા નથી. જેમ દેવર્ધિગણિક્ષમાશ્રમણે કેટલાક આગમ વિચ્છેદ થયા છતાં તેની વાતો ચૂર્ણિ