Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૫૮
भणियं च
-
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
बहुसुयकमाणुपत्ता, आयरणा धरइ सुत्तविरहे वि । विज्झाए विपईवे नज्ज दिट्टंत सुदिट्ठीहिं ॥२३॥ जीवियपुव्वं जीवइ, जीविस्सइ जेण धम्मियजणंमि । जीयंति तेण भन्नई, आयरणा समयकुसलेहिं ॥ २४॥ तम्हा अन्नायमूला हिंसारहिया सुज्झाणजणणी य । सूरिपरम्परपत्ता, सुत्तव्व पमाणमायरा ॥२५॥
તે ચૈત્યવંદના કરવાના જઘન્ય આદિ નવ પ્રકારના વિધિભેદમાંથી કેટલાક સૂત્ર અનુસાર, કેટલાક ગીતાર્થ આચરણા અનુસાર અને કેટલાક સૂત્ર અને ગીતાર્થ આચરણા એમ બંનેથી જાણ્યા જાય છે. એ પૂર્વોક્ત ત્રણ પ્રકારથી હું ચૈત્યવંદનનું સ્વરૂપ કહું છું. ||૧||
અવતરણ :- (૧) મહાનિશીથસૂત્રમાં ચૈત્યવંદનાનાં સૂત્ર કહ્યાં તથા રાયપસેણી, જીવાભિગમાદિક સૂત્રમાં શક્રસ્તવાદિક નમસ્કારે ચૈત્યવંદના કહી તે સૂત્ર અનુસાર અને (૨) શ્રી બૃહત્કલ્પ, વ્યવહારભાષ્ય આદિમાં જીતાચારથી પૂર્વધરોએ મધ્યમ-ઉત્કૃષ્ટ વિધિથી ચૈત્યવંદના કહી તે ગીતાર્થ આચરણા અનુસાર છે. (૩) શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીકૃત વંદનપયજ્ઞામાં કહેલ ચૈત્યવંદનાવિધિઅનુક્રમ તથા શ્રી હરિભદ્રસૂરિજી કૃત પંચાશકજીમાં કહેલા ઉપલક્ષણરૂપ ત્રણ ભેદ, તેના સ્વજાતીય બે-બે ભેદ ગ્રહણ કરવાથી ચૈત્યવંદનના નવભેદ તે ઉભય અનુસાર છે.
એ ત્રણ પ્રકારથી આચાર્ય ચૈત્યવંદનાનું સ્વરૂપ કહે છે.
શિષ્ય પ્રશ્ન :- હે ભગવન્ ! સૂત્રની વાર્તા એ જ કહેવી યુક્ત છે, પણ તમો વંદન નામના અધિકારમાં આચરણાની સહાયતા કેમ લો છો ? ।।૧૬।।
અવતરણ :- શિષ્યના પ્રશ્નમાં પંચાંગી નિરપેક્ષ એકાંત સૂત્રવાર્તા ગ્રહણ કરવાનો મત છે. પણ પંચાંગી અનુસાર પ્રકરણોક્ત ગીતાર્થ આચરણા ગ્રહણ કરવાનો મત નથી. તે મત જણાવવા આચાર્ય ઉત્તર આપે છે.