Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
પ૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર સેવા કરવી તે પરમાત્માનું વચન લોપી આચાર્યનું વચન જ માને તો તે વિરાધક થાય.
એક રાજા યુદ્ધ કરવા ચાલ્યો. રસ્તામાં એક ગામ આવ્યું. ગામ લોકોએ રાજાને ગામ બહાર ઘાસની ઝૂંપડીમાં ઉતારી દીધો અને ગામના ઠાકોરને સુંદર મકાનમાં ઉતારો આપ્યો. રાજાને આ વાતની ખબર પડતાં તે ગુસ્સે થયો. તેણે ઠાકોર અને ગામના લોકોને દંડ આપ્યો.
અહીંયાં રાજા એટલે તીર્થકર, ગામનો ઠાકોર એટલે આચાર્ય, ગામના લોકો એટલે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સમજવા.
આમ જો ભગવાનની આજ્ઞા લોપે તો જીવ દુર્ગતિમાં હજાર ક્રોડેવાર અવતાર પામે. અને જો સ્વામીની આજ્ઞા કરે તો ગુરુઆજ્ઞાનું ફળ પામે. એ શ્રી ઓઘનિર્યુક્તિની ગાથાનો અર્થ જાણવો.
આ વ્યવહાર-ભાષ્યાદિક પાઠનો પરમાર્થ એ છે કે જિનાજ્ઞાયુક્ત, ગણધર પરંપરાએ આવેલી, આગમોક્ત આચરણા તથા પંચાંગી અનુસાર સૂત્ર અનિષિદ્ધ આચરણા આચરે તેને ગીતાર્થ આચરણા કહેવાય.
પણ જે આચરણાને સૂત્ર વિષેધે તથા પંચાંગીમાં જે આચરણા કરવાની સ્પષ્ટતા હોય તેને નિષેધી બીજી આચરણા ઘણા ભણેલા એટલે બહુશ્રુત આચાર્ય આદિની કરેલી હોય તોય તે ગીતાર્થ આચરણા ન કહેવાય, પણ શઠ આચરણા કહેવાય. તે આચરણા ભવભીરુ પુરુષોને પ્રમાણ કરવા યોગ્ય ન હોય.
Iઇતિ આચરણાનિર્ણયો
| Hચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર અપરનામ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ગ્રંથમાં ગીતાર્થઆચરણાનિર્દેશન
નામનો ચતુર્થ પરિચ્છેદ પૂર્ણ આ આચરણા લખવાનું મુખ્ય કારણ એ છે કે આત્મારામજીએ ચતુર્થસ્તુતિનિર્ણયના પાના નંબર ૯ પર ચૈત્યવંદન મહાભાષ્યોક્ત આચરણાનું સ્વરૂપ લખેલ છે. એ આચરણા જે એકલું સૂત્ર માને પણ પંચાંગી ન માને અથવા પંચાંગી અનુસાર પ્રકરણોક્ત ગીતાર્થ આચરણા