Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
પપ
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર तित्थयरवयणकरणे आयरियाणं कइंपए होई । कुज्जा गिलाणगस्सओ पढमालियजावबहिगमणं ॥६॥ जइ ता पासत्थोसन्नकुसीलनिण्हगाणं पि देसियं करणं । चरणकरणालसाणं सप्पभावपरम्मुहाणं च ॥७॥ किं पुण जयणाकरणु जुयाणदं तिंदियाणगुत्ताणं । संविग्गविहारीणं सव्वपयत्तेण कायव्वं ॥८॥
અર્થ:- સકલ જીવસ્વરૂપના જાણ, ત્રિભુવનગુરુ, જગપૂજય તીર્થકરની આજ્ઞા ન માને તે બહુશ્રુતની આચરણા અપ્રમાણ ગણાય.
તીર્થકરનું વચન ગણધરે ઝીલ્યું, ગણધરનું વચન સ્થવિરે માન્યું. તે વચન પરંપરાએ અનુક્રમે આવ્યું, તે જીતવ્યવહાર ગણાય. |રા
જિનની આજ્ઞા વિના જે વ્યવહાર કરે તેને આલોકમાં અપકીર્તિ અને પરલોકે દુર્ગતિ થાય. /ફી
જિનાજ્ઞા મુજબ વ્યવહાર કરે તેને આલોકે કીર્તિ અને પરલોકે ઉત્તમ ગતિ થાય. l૪ll
આ વ્યવહાર સિદ્ધાંતની બંને ગાથાનો અર્થ જાણવો.
શ્રી વીતરાગની આજ્ઞા કરતાં આચાર્યની આજ્ઞા સબળ નથી. અને જો વીતરાગની આજ્ઞાના ભોગે આચાર્યની આજ્ઞાને વધુ માનીએ તો ત્રણ દોષ લાગે. (૧) વીતરાગની આજ્ઞા લોપ્યાનું પાપ, (૨) અભિમાનરૂપી દોષ અને (૩) વિનયભંગનો દોષ. નિશીથની ગાથાનો અર્થ :
એક મહાત્માને ક્ષેત્ર જોવા ગુરુએ મોકલ્યા, રસ્તામાં ગ્લાન સાધુ મળ્યા. તેમણે સારસંભાળ લેવાનું કહ્યું. ત્યારે શિષ્ય કહ્યું કે “મને ગુરુએ ક્ષેત્ર જોવા મોકલ્યો છે. હું જો ગ્લાન એવા તમારી સેવા કરવા વચ્ચે રહી જાઉં તો ગુરુઆજ્ઞાનો લોપ થાય. એમ ગચ્છના કાર્ય કરતાં ઘણો કાળ વીત્યા છતાં ક્ષેત્રે ન પહોંચાય'. પણ અહીંયાં ગણધર ભગવંત કહે છે કે ગ્લાનની