Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર પ્રશ્ન :- હે સ્વામી, તે ધર્માર્થીઓની સ્વમતિથી કલ્પિત ક્રિયા ગીતાર્થો વખાણે કે નહીં ?
જવાબ :- આવી સ્વમતિ કપોલકલ્પિત ક્રિયાને આગમનો અતિ આદર કરવાવાળા શ્રદ્ધાવાળા મહાપુરુષો ન વખાણે. શ્રુતમાં કહેલી જ પ્રવૃત્તિ વખાણે. આવી પ્રવૃત્તિ જોઈને ગીતાર્થ ગુરુ ભગવંતો મધ્યસ્થભાવે, સિદ્ધાંત અનુસારસ સૂત્રમાં કહ્યા મુજબ જ ઉપદેશ કરે. અન્ય ન કરે.
_ ચેત્યવંદનભાષ્ય આદિ આચરણારૂપ સમાપ્ત . | ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધારને ચૈત્યવંદનમહાભાષ્ય આધારિત આચરણાનિર્દેશ નામનો પાંચમો પરિચ્છેદ પૂર્ણ. | પ્રશ્ન :- સૂત્રોક્ત આચરણા શા આધારથી કહો છો ? જવાબ :- પૂર્વોક્ત ગ્રંથ તથા ચૈત્યવંદનમહાભાષ્યના આધારે. પ્રશ્ન :- ચૈત્યવંદનમહાભાષ્યમાં શું કહ્યું છે ? જવાબ :- ચૈત્યવંદનમહાભાષ્યમાં આ મુજબ કહ્યું છે : नमिऊण समणसंघ, संघायारं समासओ वुच्छं । चेइयवंदणविसयं सुत्तायरणाणुसारेणं ॥५॥ ભાવાર્થ - શ્રમણ સંઘને નમસ્કાર કરીને ચૈત્યવંદન વિષયે ચતુર્વિધ સંઘનો આચાર સૂઆચરણ અનુસાર સંક્ષેપથી કહું છું. (અહીંયાં સૂત્ર આચરણાથી ચૈત્યવંદના કહી છે.)
પ્રશ્ન :- ચૈત્યવંદના અર્થાત્ દેવવંદના ત્રણ સ્તુતિથી કરવી તે આગમ આચરણાએ છે કે આગમ અનિષિદ્ધ આચરણાએ છે ?
જવાબ :- આગમ આચરણાએ પણ છે અને આગમ અનિષિદ્ધ આચરણાએ પણ છે.
પ્રશ્ન:- આગમ આચરણાએ છે, તો સૂત્રાગમ આચરણાએ છે કે અર્થાગમ આચરણાએ ? જવાબ :- સૂત્રાગમ અને અર્થાગમ એમ બંને આચરણાએ છે.