Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૬૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુમાર विधिना विधानेन गिहिणा गृहस्थेन निर्वाणं मोक्षमित्थमाणेनेति प्राकृतवशादानसुप्रत्ययः इच्छताभिलाषता लोकोत्तमानां सर्वजगच्छिखरकभूतानां पूजा पूजनं नित्यं सर्वदैव भवति कर्त्तव्यविधानेनेत्यर्थः । इदमत्र हृदयं - भवभ्रमणभीरुणा तदुच्छित्तिमिच्छता शिवसुखमभिलषता जिनपूजादौ प्रवर्त्तमानेन लौकिककृत्यादिफलनिरपेक्षवृत्यैव सूत्रोक्तविधिनैव च प्रवर्तितव्यं अन्यथा हि अभिलषितार्थासंसाधकत्वेन निःफलत्वप्रसंगात् नहीदमंगीकर्तव्यं युदत तीर्थकृदनुभावादेवेष्टार्थसिद्धिर्भविष्यति ॥ યત ૩ - समइपवित्ती सव्वा, आणावष्यंति भवफला चेव । तित्थगरुद्देसेण वि, न तत्तउसातदुद्देशा इति ॥१॥
ભાવાર્થ :- પૂર્વધર આદિ મહાપુરુષોએ બનાવેલ આગમ અનુસાર બીજા ગ્રંથ-પ્રકરણાદિ પ્રમાણ કરવાં. તે પ્રકરણ સૂત્રો આદિમાં બતાવેલ વિધિ મુજબ જ મોક્ષાભિલાષી પુરુષોએ લૌકિકકૃત્ય આદિ કુળની આશા વિના, તમામ કર્તવ્ય કરવાં.
એ પાઠમાં આચાર્યો પૂર્વધર આદિ કૃત આગમનું પ્રમાણપણું જણાવ્યું. તે જ પૂર્વધર આદિના અનુકરણ અર્થ મુજબ બીજા ગ્રંથો-પ્રકરણ આદિનું પણ પ્રમાણપણું જણાવ્યું. છતાં શ્રી આત્મારામજીએ પૂર્વધર આદિના બનાવેલા ત્રણ સ્તુતિના કેટલાક આગમપાઠો ગુપ્ત રાખીને, તથા કેટલાક ઉત્થાપીને, અર્વાચીન પુરુષો પ્રણીત ગ્રંથોનું આલંબન લઈ, ત્રણ સ્તુતિની આચરણા ઉત્થાપી ચતુર્થસ્તુતિનિર્ણય ગ્રંથ બનાવ્યો છે.
તે ગ્રંથમાં જે જે ગ્રંથોની સાક્ષી આપી છે તેમાંથી કેટલાક તો અર્વાચીન કાળના મહાત્માના બનાવેલ છે. કેટલાક અર્વાચીન ગચ્છવાળાના બનાવેલા છે. પણ પંચાંગીના એકે ગ્રંથમાં ચોથી થાયનું કથન નથી. બીજા ગ્રંથોમાં પૂજા આદિ વિશિષ્ટ કારણે ચોથી થોય કહી છે. તે કુતર્ક લડાવીને પ્રતિક્રમણમાં વિના કારણે સ્થાપના કરી છે. પણ ચોથી થોયના કથનવાળા ગ્રંથોમાં તે