Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
કરવો વગેરે અશુદ્ધ આચરણાઓ આત્માને મલિન બનાવે છે. પાર્થસ્થાદિ સ્વચ્છંદ મતવાળા ઘણા લોકોએ સાથે મળીને કરી હોય તોપણ તે અશુદ્ધ આચરણા સિદ્ધાંત વિરોધી, સંસારની વૃદ્ધિ કરવાવાળી જાણવી, પણ આગમમાં જે જીતવ્યવહાર કહ્યો તે ન જાણવો.
અહીં દ્રવ્યપરંપરા ગાથામાં જે ગચ્છ શબ્દ આવ્યો તે સુધર્માસ્વામી, પ્રભવસ્વામી, શય્યભવસૂરિજી વગેરેની અપેક્ષાએ નથી, પણ ગચ્છના વિભેદકારક મતમમત્વી, પરભવની બીકથી ડર્યા વિના ગચ્છ સ્થાપે અને પરંપરા સ્થાપે તેને દ્રવ્યગચ્છપરંપરા જાણવી. તે સુવિહિતોને આચરવાયોગ્ય ન જાણવી.
॥ ઇતિ ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર અપરનામ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ગ્રંથમાં દ્રવ્યભાવગચ્છપરંપરાઆચરણાનિર્દેશન નામનો તૃતીય પરિચ્છેદ
ગીતાર્થ આચરણાનું સ્વરૂપ
શ્રી બૃહત્કલ્પભાષ્ય વગેરે આગમમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના ગીતાર્થ કહ્યા છે. જે ગીતાર્થ જીતવ્યવહારથી આચરણા કરે તે જીતનું લક્ષણ ઠાણાંગ તથા ભગવતીસૂત્રવૃત્તિમાં શ્રી અભયદેવાચાર્યે આ મુજબ કહ્યું છે. તે પાઠ :
तथा जीत द्रव्यक्षेत्रकालभावपुरुषप्रतिषेवानुवृत्या संहननवृत्यादिपरिहाणिमवेक्ष्य यत्प्रायश्चित्तदानं यो वा यत्र गच्छे सूत्रातिरिक्तः कारणतः प्रायश्चित्तव्यवहारे प्रवर्तितं बहुभिरन्यैश्चानुवर्तितं तज्जीत
મિતા
અર્થ :- જે અપરાધ પહેલાં સાધુ ઘણા તપથી શુદ્ધિ કરતા, તે અપરાધ ઉપજ્યા છતાં વર્તમાનકાળે દ્રવ્યાદિ ચાર પ્રતિસેવા ચિંતવી, સંઘયણધૃતિબળની હાણી જાણી જે યોગ્ય તપનો પ્રકાર જણાય તે રીતે પ્રાયશ્ચિત્ત દેવું તેને જીતવ્યવહાર ગણાય. જે આચાર્યના ગચ્છમાં પ્રાયશ્ચિત્ત ઓછો