Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુમાર
જેમાં બળ-બુદ્ધિનું કામ ન હોય, સિદ્ધાંતમાં જેનો ખુલાસો હોય, નિષેધ ન કર્યો હોય તેવા કર્તવ્યમાં ગીતાર્થ હેરફેર આચરણા ન કરે. આવશ્યક આદિનું કરવું, ઇચ્છા-મિચ્છા વગેરે દશ પ્રકારની સામાચારી, દશ પ્રકારના યતિધર્મનું આચરણ, ચૈત્યવંદન, પડિલેહણા, સંવત્સરીપર્વથી અન્ય પર્વતિથિ ઉદયતિથિની સ્થાપના, વિનયાદિનું કરવું, સુસાધુઓને માન આપવું જેવા કૃત્યોમાં બળ-બુદ્ધિ-સંઘયણની અપેક્ષાએ આચરણા ન હોય; કેમ કે તે તો શાસ્ત્રસંમતપણાથી સર્વને માનવાયોગ્ય છે. અને કદાચ હોય તો તે સિદ્ધાંતપંચાંગીના પ્રગટ પાઠપણામાંથી હોય. //ર૧-૨૨ા
અહીંયાં ૧૮મી-૧૯મી ગાથામાં કહ્યું કે “ગીતાર્થ બળ-બુદ્ધિની હાનિ જાણીને જિનાજ્ઞાપૂર્વક પર્યુષણપ્રતિક્રમણની પેઠે આચરણા કરે” એ ઉપલક્ષણથી દુઃષમ આદિ કાળ વગેરેનું પ્રમાણ વિચારીને સુખે સંયમનિર્વાહ માટે આગમમાં કહ્યા મુજબ આચાર હેર-ફેર કરીને સંવિગ્નગીતાર્થે પંચાંગી અને પ્રકરણોક્ત અનુસાર આચરી તે આચરણા પણ સુવિહિતોને પ્રમાણ કરવા યોગ્ય છે. પણ અવિરતિ દેવ વગેરેને વાંદવા, સિદ્ધાંચપંચાંગી-પ્રકરણ આદિમાં જે ક્રિયા જે કારણે કરવાની કહી છે તે વગર કારણે કરે, ચૈત્યગૃહની ક્રિયા પ્રતિક્રમણમાં કરે અને પ્રતિક્રમણની ક્રિયા ચૈત્યગૃહમાં કરે, પોતાનો શિથિલાચાર પોષવા અપવાદની ક્રિયા ઉત્સર્ગમાં કરે, કારણ વગર પણ પીળા કપડાં પહેરી લિંગભેદ કરે, આવી આગમમાં ના કહી છે તેવી આચરણા સુવિહિત આત્માર્થી ભવ્યજીવોને પ્રમાણ કરવા યોગ્ય નથી. શ્રી ધર્મરત્નપ્રકરણમાં આવી ક્રિયાને આગમનિષિદ્ધ ક્રિયા કહી છે. જુઓ તે પાઠ :
मग्गो आगमनीइ अहवा संविग्गबहुजणाइन्नं । उभयाणुसारिणी जा सा मग्गाणुसारिणी किरिया ॥८०॥
व्याख्या। मृग्यते अन्विष्यतेऽभिमतस्थानावाप्यते पुरुषैर्यः स मार्गः, स च द्रव्यभावभेदाद्विधा । द्रव्यमार्गो ग्रामादेर्भावमार्गो मुक्तिपुरस्य सम्यग्ज्ञानदर्शनचारित्ररूप: क्षायोपशमिकभावरूपो वा तेनेहाधिकारः । स पुनः कारणे कार्योपचारादागमनीतिः सिद्धान्तभणिताचारः । अथवा