Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૪૭.
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર તો અત્યંત પ્રતિષ્ઠા પામે છે. શ્રી ઠાણાંગસૂત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર પ્રરૂપ્યા છે.
उक्तं च - पंचविहे ववहारे पन्नत्ते, तंजहा - आगमववहारे १ सुयववहारे २ आणाववहारे ३ धारणाववहारे ४ जीयववहारे ५ ।
અહીંયાં જીત અને આચરણા તે બંનેનો અર્થ એક જ છે. માટે આચરણા માની તેણે આગમ માન્યું. આગમઅવિરોધી અચરણા તે પ્રમાણ જ છે. //૪ો.
સૂત્રે ભણ્યું પણ અન્યથા, જુદું જ બહુગુણ જાણ, સંવિગ્ન વિબુધે આચર્યું, કાંઈ દીસે હો કાલાદિ પ્રમાણ સા.II I/પા
અર્થ:- વળી એ જ વાત કહેવાય છે. સૂત્રે ભણ્યું કે આગમને વિષે કહ્યું છે તોપણ અન્યથા કે હેરફેર કરીને બહુગુણજાણ એટલે કે તેમાં ઘણા ગુણ જોઈ સંવિગ્નગીતાર્થ લોકોએ જે આચરણ કર્યું તેવી કેટલીક વાતો દેખાય છે. પણ તે શું જાણી આચર્યું? તો કહે છે કે દુઃષમ આદિ કાળનું પ્રમાણ વિચારીને આદર્યું. પણ
કલ્પનું ધરવું ઝોલિકા, ભાજને દવરક દાન, તિથિપજુસણની પાલટી, ભોજનવિધિવો ઇત્યાદિ પ્રમાણીસા.દો. વળી તે જ બતાવે છે કે (૧) કલ્પનું ધરવું એટલે કે કલ્પ જે કપડો તેને કારણે ઓઢતા, તથા ગોચરી પ્રમુખ વિષે વાળીને ખભે મૂકીને ચાલતાં, એ આગમનો આચાર હતો. (૨) ગોચરી પ્રમુખને વિષે પાંગરીને જાવું તથા ચોલપટ્ટા પ્રમુખ પણ એમ સમજવાં, તે પૂર્વે કોણીએ રાખતાં હવે કંદોરો રાખે છે. (૩) પહેલાં ઝાલીકા મૂઠીથી ઝાલી તેની ગાંઠ કોણી પાસે બાંધતાં, હમણાં હાથમાં જાલીએ છીએ. ઉપલક્ષણથી ઉપગ્રહિક, કટાસણું, સંથારિયું, દંડાસણ આદિ લેવાં તથા તરપણી પ્રમુખને દોરા દેવા, એમસીકી દોરાની, ઝોલીકા આધારવિશેષ વગેરે, વળી પાત્રાને લેપ કરવો, ચોમાસું પૂનમનું ટાળી ચૌદશનું કર્યું તથા ભોજનવિધિ વગેરે શાસ્ત્રોક્ત વિના પણ આચરિત પ્રમાણ છે. ભોજનવિધિ તે માંડલીએ બેસવું, વહેંચી દેવું, વગેરે. તે વ્યવહારભાષ્યમાં કહ્યું છે. તે પાઠ :