Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
પર
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ગચ્છાચારપયન્ના વગેરેમાં શ્રી વીરશાસનમાં શ્વેત માનોપેત વસ્ત્રનો ત્યાગ કરી પીતાદિક એટલે કે રંગેલા વસ્ત્રો ધારણ કરે તેને ગચ્છમર્યાદા બહાર કહ્યા છે. તે પાઠ :
जत्थ य वारडियाणं तत्तडिआणं च तहय परिभोगो । मुत्तुं सुक्किलवत्थं का मेरा तत्थ गच्छंमि ? ॥८९॥
टीका - तथा यत्र गच्छे वारडियाणं ति रक्तवस्त्राणां तत्तडियाणंति नीलपीतादिरंजितवस्त्राणां च परिभोगः क्रियते किंकृत्वेत्याह मुक्त्वा परित्यज्य किं शुक्लवस्त्र यतियोग्यांबरमित्यर्थः तत्र का मेरतिः? का मर्यादा ? न काचिदपीति । द्वे अपि गाथाछंदसी ॥८९॥
અર્થ :- ભગવાન મહાવીરસ્વામી ગૌતમ ગણધરને કહે છે કે ગૌતમ ! સાધુને યોગ્ય જે શ્વેતવસ્ત્ર છે તેને છોડીને જે ગચ્છમાં સાધુઓ લાલ-લીલાપીળા એમ રંગેલા વસ્ત્રો પહેરે તે ગચ્છમાં શી મર્યાદા હોય ? વળી, સાધ્વીજીના અધિકારમાં લખે છે કે – गणि गोअम अज्जाओवि अ सेअवत्थं विवज्जिउं । सेवए चित्तरूवाणि न सा अज्जा विआहिआ ॥११२॥
हे गणिन् गौतम ! या आर्या उचितं श्वेतवस्त्रं विवर्त्य चित्ररूपाणि विविधवर्णानि विविधचित्राणि वा, वस्त्राणि सेवते उपलक्षणात्पात्रदंडाद्यपि विचित्ररूपं सेवते सा आर्या न व्याहृता न कथितेति विषमाक्षरेति गाथाच्छंद ॥११२॥
અર્થ :- હે ગૌતમ ગણધર ! જે સાધ્વી યોગ્ય વસ્ત્ર એટલે કે ધોળા વસ્ત્ર છોડીને અનેક પ્રકારના રંગેલા વસ્ત્ર પહેરે, પાત્રા-દાંડા પ્રમુખ ઉપકરણ રંગેલા રાખે તે સાધ્વી નથી. અયોગ્ય વસ્ત્ર ધરનારીને મેં સાધ્વી કહી નથી. સાધ્વી તો શ્વેતવસ્ત્ર પહેરે તે જ છે.
આવી જ રીતે આવશ્યકસૂત્રમાં અવિરતિ દેવોને વંદન કરવાનો નિષેધ છે. તથા શિથીલવિહારી પાર્થસ્થાદિકે આચરેલા નિયતવાસાદિક આલંબન