Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
આધારવિશેષ, ભોજનમાંડલીએ બેસવું, વહેંચી દેવું વગેરે પંચાંગી અનુસાર આગમઅનિષિદ્ધ આચરણા છે.
મૂળ માર્ગે તો પંચાંગીમાં કપડા વગેરે ઉપકરણ સ્વ-સ્વકાર્યના ઉપયોગ ભણી ચાલ્યા છે. પણ કાળદોર્ષ, બળ-બુદ્ધિ-ઉપયોગની હાનિ જોઈ, ગીતાર્થોએ પાંગરવાદિક હેરફેર આચરણા કરી તેનો પંચાંગીમાં નિષેધ નથી. તથા ચોલપટ્ટો આંટી તથા દવરાદિકે રાખવે, સંવત્સરી પાંચમના બદલે ચોથની કરવી, ચોમાસું પુનમના બદલે ચૌદશનું કરવું, ઠંડાસણ વગેરે રાખવા, પાત્રાને લેપ કરવો વગેરે આચરણા શ્રી તીર્થોદ્ગાલીપયજ્ઞા, બૃહત્કલ્પવૃત્તિ, શ્રી નિશીથસૂત્ર, તેની ચૂર્ણિ વગેરે પંચાંગીમાં પ્રગટ કહી છે. આ સર્વ આચરણા પંચાંગી મુજબ તથા પંચાંગી અનિષિદ્ધ આચરણા જાણવી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે :
જેહ ન આગમ વારિઓ, દીસે અશઠ આચારો રે,
૫૧
તેહિ જ બુધ બહુમાનીઓ, શુદ્ધ કહ્યો વ્યવહારો રે. તુજ. II૬૬।। વ્યાખ્યા :- આગમમાં જેનો નિષેધ ન હોય, અસાવદ્ય-અશઠ ગીતાર્થે આચરી હોય તે જ ઘણા બુધે, ઘણા પંડિતે માન્ય રાખેલ શુદ્ધ વ્યવહાર છે. उक्तं च
1
मग्गो आगमणिई, अहवा संविग्गबहुजणाईन्नं ।
उभयानुसारिणीज्जा सा मग्गाणुसारिणी किरिया ॥१॥ इत्यादि
तथा
असठेण समाइन्नं जं कत्थइ केणई असावज्जं । ण णिवारियमन्नेहिं जं बहुमणुमेअमायरियं ॥२॥
तथा
वत्तणुं वत्तपवत्तो बहुसो आसेविडं महाणेण ।
સો ય નિયો પંચમ ગામ વવહારો "રૂા ૫૬૬॥
અહીં આગમઅનિષિદ્ધઆચરણા પ્રમાણ કરવાની કહી, પણ