Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુમાર बहुगुणाकीर्णं द्रव्यक्षेत्रकालभावहान्या सुलभतयाऽनुमतं तज्जीतमित्युच्यते ॥आवश्यकादिकरणं ॥ इच्छामिच्छादिदशविधसामाचारियतिधर्माचरणं चैत्यवन्दनप्रतिलेखनासंवत्सरिपर्वणोऽपरपतिथिरुदयतिथिः नामस्थापनाविनयादिकं सुसाधूनां मानदानं एतेषु कृत्येषु किमाचरणा शास्त्रसंमतत्वात् । बलबुद्धिसंघयणादिनामत्र कर्त्तव्ये का हानिस्ततः सर्वैरपि मान्यानि ॥
શ્રી સ્થૂલિભદ્રના ભાઈ શ્રીયક, તે શ્રીયકની જેમ સંઘયણતુચ્છ, માષતુષમુનિની જેમ બુદ્ધિતુચ્છ, શ્રી નંદિષણશિષ્યના પૂર્વપર્યાયની જેમ મનોબળતુ, આ ત્રણ વાના તુચ્છ જાણીને સુસાધુના હિતાર્થે તપ વગેરે કાળને વિષે જે આચરણા આચરે, સિદ્ધાંતોક્ત તપ પૂર્ણ કરવા અસમર્થતા દેખી વધુ હોય તેને ઓછો કરે અથવા જિનાજ્ઞાપૂર્વક પર્યુષણપ્રતિક્રમણની પેઠે આદરે. છમાસી, ચારમાસીનો દંડ આવે, પણ કાળદોષથી સંઘયણબુદ્ધિ-બળની હાનિ જોઈ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈ છટ્ટ-અઠ્ઠમતપની આચરણા કરે અથવા “અંતરાવિ અસકપૂઈ” આદિ જિનાજ્ઞાપૂર્વક જેમ ભાદરવા સુદ પાંચમના બદલે ચોથની સંવત્સરી કરી તેને આચરણા કહેવાય. //૧૮
આવી આચરણા સુવિહિત એક ગીતાર્થે પણ આચરી હોય તોપણ સુવિહિતોને આત્મશુદ્ધિ અર્થે આદરવા યોગ્ય ગણાય. વ્યવહારભાષ્યમાં આની સાખ પૂરેલ છે કે સંસારના ભીરુ, પરમ સંવેગવંત એક ગીતાર્થે, ગચ્છ-સમુદાયના હિત માટે આચરેલ હોય અને ઘણા ગીતાર્થોએ તેનો નિષેધ ન કર્યો હોય તે જીતવ્યવહાર ગણાય. તે સુવિહિતને આદરવા યોગ્ય ગણાય. // ૧૯ો.
-
આચરણાના લક્ષણ
અશઠ ગીતાર્થે આચરણા કરી હોય, સિદ્ધાંત જેને ખંડે નહિ એવી નિર્દોષ, પાપરહિત અને બીજા ગીતાર્થે ખંડી ન હોય તે શુદ્ધ આચરણ જાણવી. ||૨૦ણી