Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૦
ચતુર્થસ્તુતિયુક્તિનિર્ણયછેદનકુઠાર પ્રાયશ્ચિત્ત અધિકારમાં જીતવ્યવહારનું મુખ્યપણું છે. યશોવિજયજીએ પણ તે કારણે જ જીતવ્યવહારને મુખ્ય કહ્યો છે. આમ પૂર્વાચાર્યોના વચન અનુસાર અમે પણ વર્તમાનમાં ચાર વ્યવહાર માનીએ છીએ. એ પ્રમાણે જિજ્ઞાસુના પ્રથમ પ્રશ્નનો ઉત્તર પૂર્ણ થયો.// હવે બીજો પ્રશ્ન ગ્રંથ માનવાનો, તેમાં પાઠ.
श्रुतधरबहुश्रुतगणिवाचकादिशब्दाभिधेयास्तथा पूर्वगतं सूत्रमन्यच्च विनेयान्वाचयंतीति वाचकाः पुनः ।
वादी य खमासमणे दिवायर वायगित्ति एगट्ठा । पुव्वगयंमि उ सुत्ते एए सद्दापयति ॥१॥
इत्यादिक्रमेण श्रीबृहत्कल्पभाष्य-नंदिवृत्ति-कथावल्ल्यादिग्रन्थोक्तचिह्नोपलक्षिताः पूर्वधरा ज्ञेयाः॥
ભાવાર્થ:- શ્રતધર, બહુશ્રુત, ગણિ, વાચક વગેરે શબ્દોથી જે ઓળખાય છે તે તથા શિષ્યોને પૂર્વગત સૂત્ર પ્રતે તથા બીજા પણ શાસ્ત્રો વંચાવે તે વાચક, વળી વાદી-ક્ષમાશ્રમણ-દિવાકર-વાચક એ એકાર્થનામ પૂર્વાચાર્ય રચિત સૂત્રાદિકમાં પ્રવર્તે છે. શ્રી બૃહત્કલ્પભાષ્ય-નંદાદિવૃત્તિ-કથાવલી વગેરે પંચાંગી ગ્રંથોમાં કહ્યા મુજબ ઓળખાવ્યા તે પૂર્વધર જાણવા. ઉમાસ્વાતિવાચકકૃત શ્રાવકપ્રજ્ઞપ્તિ, પ્રશમરતિ, તત્ત્વાર્થ આદિ ૫00 પ્રકરણ ગ્રંથ તથા પૂર્વગતધારિ સંઘદાસવાચક કૃત વસુદેવહિંદી, પંચકલ્પ વગેરે, શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ કૃત જીતકલ્પ, ક્ષેત્રસમાસ, સંગ્રહણી, વિશેષણવતી, મહાભાષ્ય વિશેષાવશ્યક આદિ, વળી પૂર્વગત યોનિપ્રાભૃત આદિ દર્શનશાસ્ત્ર, દ્રવ્યાનુયોગરૂપ સંમતિ આદિ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ, મલવાદિસૂરિ પ્રમુખ કૃત યાવત્ શ્રી દેવદ્ધિક્ષમાશ્રમણના રચેલા શ્રી નંદીસૂત્ર પ્રમુખ સૂત્ર, ચૂર્ણિ વગેરે પંચાંગી મુજબ માનવાયોગ્ય જ છે. તે સિવાય વાચકવંશમાં થયેલા આર્યનાગહસ્તિ, નંદીલક્ષપણ પ્રમુખના શિષ્યોના કરેલા સંસ્કૃત શબ્દવ્યાકરણ, પ્રાકૃત શબ્દવ્યાકરણ, કર્મપ્રકૃતિશતક વગેરે કર્મગ્રંથ પણ માનવાયોગ્ય જ છે. વળી, પૂર્વધર પંચાંગી અનુયાયી અને વિક્રમ