Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૯ જિજ્ઞાસુ પ્રશ્ન :- તમો વ્યવહાર, કલ્પ, આચરણા, જીત એકાર્થથી આગમોક્ત આચારમાં વર્તવું તેને આગમ-આચરણા કહો છો, પણ ભગવતીસૂત્રમાં પાંચ વ્યવહાર કહ્યા છે. તેમાંથી હમણાં એક જીતવ્યવહાર જ વર્તે છે, કેમ કે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ સીમંધરસ્વામી વિનંતીરૂપ સ્તવનની ચૌદમી ઢાળની સાતમી ગાથામાં કહ્યું છે કે “વ્યવહાર પાંચે ભાષીયા, અનુક્રમે જેહ પ્રધાન, આજ તો તેમાં જીત છે, તે તજીએ હો વિગર કેમ નિદાન? સા. Iણા”
એ ગાથાના અંતે આજ-કાલ પાંચમાંથી જીતવ્યવહાર જ વર્તે છે. તો આગમ-શ્રુત-આજ્ઞા અને ધારણા એ ચાર વ્યવહાર ક્યાંથી હોય ? તમો આજના કાળમાં બીજા વ્યવહાર શા આધારથી માનો છો ? વળી, પંચાંગી પ્રમાણ કરો છો, તેમ પંચાંગીકારના કરેલા ગ્રંથ-પ્રકરણ પ્રમાણ કરો છો કે નહીં ?
જવાબ :- આજના કાળમાં એકલો જીતવ્યવહાર જ વર્તે છે તે કહેવું મિથ્યા છે. આગમવ્યવહારને બાદ કરતાં બાકીના ચાર વ્યવહાર આજના કાળમાં પણ વર્તે છે. જુઓ સેનપ્રશ્ન.
તિત્વવા તથા મ૨-શ્રુતાર-ડડજ્ઞારૂ-થાRUT૪-નીતરવ્યવહારवधुना कियंतो व्यवहारा वर्तन्ते ? इति प्रश्नोऽत्रोत्तरम् - आगमव्यवहारः सांप्रतं नास्त्येव, श्रुतव्यवहारस्तु सम्पूर्णो नास्ति कियान्वर्तत इति, श्रुतादीनां चतुर्णां व्यवहाराणां सांप्रतं विद्यमानत्वमवसीयते तत्रापि प्रायश्चित्तप्रदानं प्रायो जीतव्यवहारानुसारेण प्रवर्तत इति ।
અનુવાદ :- આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત એ પાંચ વ્યવહારમાંથી હમણાં કેટલા વ્યવહાર વર્તે છે ?
ઉત્તર :- શ્રી સેનસૂરિજી કહે છે કે આગમવ્યવહાર તો વર્તમાનકાળે તો નથી જ. શ્રુતવ્યવહાર સંપૂર્ણ નથી, કેટલાક વર્તે છે. તેથી શ્રુતાદિ ચાર વ્યવહારો વિદ્યમાન જણાય છે. પ્રાયશ્ચિત્ત આપવું તે પણ મોટા ભાગે જીતવ્યવહાર અનુસાર પ્રવર્તે છે. અહીં સ્પષ્ટ થાય છે કે આલોચના,