Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
સમીક્ષકપ્રશ્ન :- તમો સિદ્ધાંતપંચાંગી અનુસાર અન્ય પ્રકરણ આદિ સર્વ માનો છો, તો પછી આત્મારામજી ચતુર્થસ્તુતિનિર્ણયના ૧૪૯મા પાના પર “રાજેન્દ્રસૂરિજી અને ધનવિજયજી સિદ્ધાંતની પંચાંગી માને છે, પણ અન્ય પ્રકરણ આદિ કાંઈ નથી માનતાં” તેવું જુઠું કેમ લખે છે ? શું તેમને સંસારસમુદ્રમાં ડૂબવાનો ભય નથી ? સત્ય માનવાવાળાને અસત્ય કલંક દઈ પોતાની મહત્તા વધારે છે ?
ઉત્તર :- હે સુજ્ઞ સમીક્ષકો, તમે જગતના જીવોને કર્મવશ જાણી બીજાના દોષ ગ્રહણ કરતાં નથી, પણ જે જીવ પોતાના દોષ જુએ છે તેને ઉત્તમ ગણો છો. ગધેડો પારકાના ખેતરમાં દ્રાક્ષનો માંડવો બગાડે તે દેખી સજ્જનનું હૈયું દુખે તેમ ઉત્તમપુરુષોને પણ જુઠું બોલવાવાળા પર દયા આવે જ. કર્માની વિચિત્ર ગતિ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “મા વિવિજ્ઞા નડ્ડ''કોઈ ગમે તેટલી હિતશિક્ષા આપે પણ જેનો “આત્મારામ” ઉસૂત્રરૂપ વિષ્ટાથી ભરેલો હોય તેને યથાર્થ શબ્દરૂપ પાણીથી નહાવું ઘણું દુર્લભ હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ભવ્યપ્રાણીઓએ પોતાના આત્મારામને ઉત્સુત્રઅસત્યભાષણથી બચાવવો જોઈએ. જે જીવ ઉત્સુભાષણ કરે તેને મૂલશુદ્ધિપ્રકરણમાં શ્રી પ્રદ્યુમ્નસૂરિએ દુર્લભબોધિ કહ્યાં છે. અને આવશ્યકભાષ્યમાં તો આ જુઠાબોલાનું મુખદર્શન પણ સંસારવૃદ્ધિનું કારણ કહ્યું છે. જુઓ તે પાઠ :
परिवारपूयहेउं, पासत्थाणं च आणुवित्तिए । जो न कहेई विशुद्धं तं दुल्लहबोहियं जाण ॥१॥ आवश्यकभाष्येऽपि - जे जिणवयणुत्तिन्ने वयणं भासंति जे उ मन्नन्ति । सम्मदिट्ठीणं तदंसणं पि संसारवुढेि करंति ॥१॥ પોતાનો પરિવાર વધારવાના અર્થે તથા લોકોમાં પોતાની પૂજા-માનતા વધારવા માટે પાર્થસ્થાદિની આવૃત્તિએ જે પ્રાણી સિદ્ધાંતપંચાંગી પ્રમાણે યથાર્થમાર્ગ ન કહે તે દુર્લભબોધિ જાણવા. આવશ્યકભાષ્યમાં તો કહ્યું છે