Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
30
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
से भयवं केवइयं कालं जाव गच्छस्स णं मेरा पण्णविया ? केवइयं कालं जाव णं गच्छस्स मेरा णाइक्कमेयव्वा ? गोयमा जाव णं महायसे महासत्ते महाणुभागे दुप्पसहे अणगारे ताव णं गच्छमेरा पन्नविया, जाव णं महायसे महासत्ते महाणुभागे दुप्पसहे अणगारे ताव णं गच्छमेरा नाइक्कमेयव्वा ॥
અર્થ :- હે ભગવંત કેટલો કાળ ગચ્છ ચાલશે ? અને કેટલો સમય ગચ્છની મર્યાદા ન ઉલ્લંધવી ? ત્યારે ભગવાન કહે છે કે ગૌતમ મહાયશવંત, મહાસત્ત્વશાળી, મહાભાગ્યવાન દુપ્પસહસૂરિ નામના અણગાર થશે ત્યાં સુધી ગચ્છ ચાલશે અને ત્યાં સુધી તે ગચ્છની મર્યાદા ન ઉલ્લંઘવી.
ઉપરના મહાનિશીથ તથા ગચ્છાચારપયજ્ઞા વગેરેમાં વર્ણવ્યા મુજબ ગચ્છમર્યાદામાં યથાશક્તિ પ્રવર્તે તથા સુધર્માસ્વામીથી માંડીને દુપ્પસહસૂરિ સુધી તે મર્યાદાને ઉલ્લંઘે નહીં તેને ભાવગચ્છપરંપરઆચરણા કહેવાય. તે આચરણા મુજબ વર્તવું તે ભવ્યજીવોને કલ્યાણનું કારણ છે. તેથી વિપરીત આચરણાએ વર્તવું તેને દ્રવ્યગચ્છપરંપરઆચરણા કહેવાય. તેના લક્ષણ શ્રી નવાંગીવૃત્તિકારે આ મુજબ કહ્યાં છે. તે પાઠ :
लोआणं एस ठिई अज्जायपज्जयगयाय मज्जाया । दव्वपरम्परठवणा कुलक्कमं नेव मिल्हिस्सं ॥ १०॥ मूढा णं एस ठिइ चुक्कंति जिणुत्तवयणमग्गाओ । हारंति बोहिलाभं आयहिअं नेव जाणंति ॥ ११ ॥ दव्वपरम्परवंसो संजमचुक्काण सव्वजीवाणं । भावपरम्परधम्मो जिणंदआणओ सुपसिद्धो ॥१२॥
दव्वपरम्परपद्योअणेण दुग्गो सिणेह,
रायेणं कोसंबीइं मिगासुअवयणच्छलणाइ कारविओ ॥१३॥ देवड्ढिखमासमण जा परम्परा भावउ विआणेमि ।
सिढिलाय रे ठविआ दव्वेण परम्परा बहुआ ॥१४॥