Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૪.
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કે જે જિનવચન જાણીને અસત્યભાષણ કરે તે જીવનું દર્શન પણ સમ્યગ્દષ્ટિઓને સંસારવૃદ્ધિનું કારણ થાય. આ ગ્રંથો જેણે વાંચ્યા હોય તથા શ્રદ્ધા હોય તે અસત્ય લખે નહીં. પણ બોલે કે અમે પૂર્વાચાર્યના સર્વ વચન માનીએ છીએ. પણ કોઈ પૂછે કે પીળાં કપડાં કયા આચાર્યના વચનથી ધારણ કરો છો ? સામાયિક-પ્રતિક્રમણમાં દેવવંદનમાં ચોથી થાય કારણ વિના કોના વચનથી કરો છો? સામાયિક ઉચ્ચાર્યા વિના શ્રાવકને પ્રથમ ઇરિયાવહિ કરવાનો ઉપદેશ કયા આચાર્યના વચનથી કરો છો ? ત્યારે કપટ કરીને શાસ્ત્રોના કારણિક પાઠ બતાવી પોતાનો મત દઢ કરી ભોળા જીવોને ભરમાવે છે. કદાચ પાઠ ન મળે તો અમે અમારી ગુરુપરંપરાથી કરીએ છીએ આમ કલ્પિતમ સ્થાપન કરે. આવા જીવો અસત્યભાષણ કરી બીજાઓને કલંકરૂપ અસત્ય લખાણ કરે તેમાં શું આશ્ચર્ય છે? સર્વ જીવો કર્મવશ છે. જેમ કર્મ નચાવે તેમ સૌ નાચે છે. બીજાના દૂષણ જોવાથી આપણને ફાયદો નથી. આપણે આપણા આત્મારામના દૂષણો દૂર કરી સિદ્ધાંતપંચાંગી અનુસાર પૂર્વાચાર્યોના વચન મુજબ યથાર્થ કહેવું, કરવું તે જ હિતકર છે. ઇતિ પ્રસંગ પ્રાપ્ત સમીક્ષક પ્રશ્નોત્તર |
ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર ગ્રંથમાં પ્રસંગ પ્રાપ્ત જિજ્ઞાસુ તથા સમીક્ષક પ્રશ્નોત્તર નિદર્શન નામનો દ્વિતીય પરિચ્છેદ સમાપ્ત ..
ગચ્છપરંપરા-આચરણાનું સ્વરૂપ છે
ગચ્છપરંપરા બે પ્રકારની હોય છે. (૧) ભાવગચ્છપરંપરા અને (૨) દ્રવ્યગચ્છપરંપરા. ભાવગચ્છપરંપરાનું સ્વરૂપ આ મુજબ શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે –
तित्थयरे णं ताव तित्थयर तित्थे पुण चाउव्वन्ने समणसंघे । से णं गच्छे सुपइट्ठिए गच्छेसु पि णं सम्मदंसणनाणचरित्ते पइट्ठिए ते य सम्मदंसणनाणचरित्ते परमपुज्जाणं पुज्जयरे परमसरन्नाणं सरन्ने परमसच्चाणं सच्चयरे ताइं च जत्थ णं गच्छे ॥ तत्रैव पुनः पाठः ॥ जत्थ य उसभादिणं तित्थयराणं सुरिंदमहियाणं कम्मट्ठविप्पमुक्काणं