Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
હવે અથગમનું સ્વરૂપ લખીએ છીએ. અર્થ એટલે સૂત્રનું વ્યાખ્યાન. નિકુંજ્યાદિક એટલે શ્રી અનુયોગદ્વારસૂત્રમાં ચાર અનુયોગદ્વાર કહ્યા છે. (૧) ઉપક્રમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ અને (૪) નય. તેમાં ત્રીજા અનુયોગદ્વારમાં અનુગમ નામ છે. તેમાં સૂત્રાનુગમ તથા નિર્યુક્તિઅનુગમ એમ બે પ્રકારનો અનુગમ કહ્યો છે. તે પાઠ : __ अणुगमे दुविहे पण्णत्ते, तं जहा - सुत्ताणुगमे अ निज्जुत्तिअणुगमे
। व्याख्या - सूत्रानुगमः सूत्रव्याख्यानमित्यर्थः, निर्युक्त्यनुगमश्च । नितरां युक्ताः सूत्रेण सह लोलीभावेन संबद्धा निर्युक्ता अर्थास्तेषां युक्तिः स्फुटरूपतापादनमेकस्य युक्तशब्दस्य लोपान्नियुक्तिर्नामस्थापनाप्रकारैः सूत्रविभजनेत्यर्थस्तद्रूपोऽनुगमस्तस्या वानुगमो व्याख्यानं निर्युक्त्यनुगमः ॥ પ્રશ્ન :- અથ અનુગમ એટલે શું?
જવાબ :- સૂત્રનો અર્થ અનુકમપણે કહેવો તે અનુગમ. અથવા સૂત્રને અનુગમીએ-વખાણીએ જેણે કરી તે અનુગમ કહીએ. અનુગમના બે ભેદ છે. (૧) સૂત્રાનુગમ અને (૨) નિર્યુક્તિઅનુગમ. સૂત્રનું અનુગમ કહેતાં વખાણવું તે સૂત્રાનુગમ.
નિ કહેતાં અતિશય અને યુક્તિ કહેતાં સૂત્ર સાથે લોલીભાવસંબંધને પામેલા અર્થને નિયુક્તિ કહેવાય. નિયુક્તને જે યુક્તિ કહેતાં પ્રગટરૂપપણાનુ કરવું તેમ અહીંયાં યુક્ત શબ્દનો લોપ થવાથી નિયુક્તિ એવી વ્યુત્પત્તિ થઈ. એટલે નિર્યુક્તિ કહેતાં નામ-સ્થાપનાદિક પ્રકારે સૂત્રનું વિભાજન કરીને વખાણવું એ તેનો અર્થ. તે મુજબ જે અનુગમ અથવા તેનું જે અનુગમ કહેતાં વખાણવું તે નિર્યુક્તિઅનુગમ કહેવાય. નિર્યુક્તિઅનુગમ ત્રણ પ્રકારનાં કહ્યાં છે. (૧) નિક્ષેપ, (૨) સૂત્ર અને (૩) ઉપોદ્દાત. એ ત્રણ અનુગમનો અર્થ શ્રી અનુયોગદ્વાર મૂળ સૂત્રવૃત્તિથી જાણવો. શ્રી ભગવતીસૂત્રમાં પણ ત્રણ પ્રકારે વ્યાખ્યાન અર્થ કહેવો તેમ કહ્યું છે. તે પાઠ :