Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કરેલી પંચાંગી માનવી સિદ્ધ થશે. પણ અત્યારે જે પંચાંગી છે તે તો ગણધરાદિ દશપૂર્વધરકૃત નથી, તો તેને કેમ માનો છો ?
જવાબ :- નંદીસૂત્રમાં સ્વામીસંબંધચિંતનાધિકારે શ્રી ગણધરાદિક ચૌદપૂર્વધર, પશ્ચાનુપૂર્વીએ દશપૂર્વધર સુધી નિયમથી સમ્યગ્દષ્ટિ કહ્યા છે. ત્યારપછી સંપૂર્ણદશપૂર્વધરથી પશ્ચાનુપૂર્વીએ ભિન્નદશપૂર્વધરને નિશ્ચયસમ્યગ્દષ્ટિ ભજનાએ કહ્યા છે. (ભજના અર્થાત નિશ્ચયસમ્યગ્દષ્ટિ હોય પણ ખરા અને ન પણ હોય.) પણ વ્યવહારસમ્યક્તની ભજના કહી નથી. તેથી ભિન્નદશપૂર્વધરથી યાવત્ એક પૂર્વધર સુધી નિશ્ચયસમ્યક્ત આશ્રયી તો ભજના પણ વ્યવહારસમ્યક્તને આશ્રયીને નિયમો સમ્યગ્દષ્ટિ કહીએ. કેમ કે પૂર્વનું જ્ઞાન વ્યવહારસમ્યક્ત વિના હોય નહીં. તે પછી વ્યવહારસમ્યક્તની પણ ભજના અને નિશ્ચયસમ્યક્તની પણ ભજના. “સમ્યત્વપરીક્ષા” નામના ગ્રંથમાં કહ્યું છે કે દશપૂર્વધર સુધી નિશ્ચયસમ્યક્ત જાણવું. ત્યારપછી નિશ્ચયસમ્યત્ત્વની ભજના જાણવી.
એટલે ઘણા પૂર્વધારી જીવોને તો નિશ્ચયસમ્યક્ત હોય. કોઈ પૂર્વધારીને નિશ્ચયથી સમ્યક્ત ન હોય, પણ વ્યવહારથી જયાં સુધી સમ્યક્ત હોય
ત્યાં સુધી તેઓના કહેલા ગ્રંથ તથા ક્રિયા-અનુષ્ઠાન આદિ શુભ વ્યવહાર દેખી બીજા જીવ પ્રમાણ કરે તથા સત્કાર વગેરે કરે તે સફળ જ જાણવું. તેથી ગણધરદેવકૃત અંગપ્રવિષ્ટ મૂળભૂત સૂત્ર આચારાંગસૂત્ર આદિ દ્વાદશાંગ તેનો એક દેશ અંગીકાર કરીને શ્રુતસ્થવિરના રચેલા ઉત્તરાધ્યયનસૂત્ર આદિ અનંગપ્રવિષ્ટસૂત્ર સર્વ સમ્યક સૂત્ર જાણવાં. તેમજ શ્રુતસ્થવિરોના કરેલા વૃત્તિ-ચૂર્ણિ આદિ વ્યાખ્યાન પણ સમ્યદ્ભુત સદવાં. તથા ભિન્નદશપૂર્વધરથી એક પૂર્વધરના રચેલા પણ ગણધર આદિ કૃતના અનુયાયીપણાથી સમ્યકથ્થતપણે જ ધારણ કરવાં. તેવી જ રીતે પૂર્વધરકૃતના અનુયાયી ગીતાર્થોના રચેલા પણ પૂર્વધરની જેમ સમ્યક્શત સમજવાં. तथा चोक्तं श्री शांतिसूरिकृत धर्मरत्नप्रकरणवृत्तौ ॥ तत्पाठः॥ सुत्तं गणहररइयं तहेव पत्तेयुद्धरइयं च । सुयकेवलिणा रइयं, अभिन्नदशपूविणा रइयं ॥