Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्तिमीसणो भणिओ । तइओ य णिरवसेसो, एसविहो होइ अणुओगो ॥ १ ॥
व्याख्या
सूत्रार्थमात्रप्रतिपादनपर: सूत्रार्थोऽनुयोग इति गम्यते खलुशब्दस्त्वेवकारार्थः स चावधारण इत्येतदुक्तं भवति गुरुणा । सूत्रार्थमात्राभिधानलक्षण: प्रथमोऽनुयोग: कार्यो, मा भूत्प्राथमिकविनेयानां मतिमोह इति । द्वितीयोऽनुयोगः सूत्रस्पर्शिकनिर्युक्तिमिश्रः कार्य इत्येवंभूतो भणितो जिनादिभिः । तृतीयश्च तृतीयः पुनरनुयोगो निरवशेषस्य प्रसक्तानुप्रसक्तस्यार्थस्य कथनात्, एषोऽनंतरोक्तः प्रकारत्रयलक्षणो भवति स्याद्विधिर्विधानमनुयोगे सूत्रस्यार्थेनानुरूपतया योजनलक्षणे विषयभूत इति गाथार्थः ॥
અર્થ :- સૂત્રનો અર્થમાત્ર એટલે સૂત્રનો જ સામાન્ય અર્થ, પ્રતિપાદનપર એટલે કહેવાને તત્પર, તે સૂત્રાર્થઅનુયોગ એવું કહેવાય. ખલુ શબ્દ અહીં અવધારણ માટે છે. એવું કહ્યું છે કે ગુરુએ સૂત્રાર્થમાત્ર અભિધાન લક્ષણ એ માટે પહેલો અનુયોગ છે. એટલે પ્રાથમિક શિષ્યોને મતિમોહ ન થાય તે માટે સૂત્રનો જ અર્થ એવે નામે પહેલો અનુયોગ કહેવો.
અહીંયાં બીજો અનુયોગ સૂત્રસ્પર્શનિયુક્તિમિશ્ર કરવો એવું જિનાદિકે કહ્યું છે.
ત્રીજો અનુયોગ સૂત્રઅર્થનિર્યુક્તિથી બેઉ પ્રકારે નિર્વિશેષનો. એટલે જે પ્રસંગ-અનુપ્રસંગે મળતો અર્થ. તે સર્વ કહેવાથી નિર્વિશેષ એવા નામનો ત્રીજો અનુયોગ થાય. એ અનંતરોક્ત પ્રકારે ત્રણ લક્ષણ થાય. વિધિવિધાન અનુયોગને વિશે આવા સૂત્રના અર્થને વિશે અનુરૂપપણે કરી યોજન લક્ષણે વિષયભૂત એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :- ત્રણ પ્રકારનું સૂત્રનું વ્યાખ્યાન દેખાડ્યું તેમાં પ્રથમ સૂત્રનો શબ્દાર્થ શિષ્યને દેવો. જેમ નમો કહેતાં નમસ્કાર થાઓ, અરિહંતાણં કહેતાં રાગ-દ્વેષરૂપ શત્રુ હણ્યા માટે. તે શબ્દાર્થ અવળી રીતે આવડ્યો.