________________
આગમ સાહિત્ય પ્રકાશન
અમારું પ્રકાશિત આગમ–સાહિત્ય – એક ઝલક
૧-સામસુતા-મૂર્તિ આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદ સૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદેશક, સૂત્રગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ–અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫–આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
HTTમસદશ્નોની, નાનામવાનો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂ. ૧૫૦૦/- દર્શન–પૂજન માટે આજીવન ઉપયોગી છે.
– – ૪ – ૪ – ૪ – ૨. આગમ-ગુજરાતી અનુવાદ
આપણા મૂળ આગમાં અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઇત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગોનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ" સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે..
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂ. ૨૦૦૦/–ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ સન–ર૦૦૩ને અંતે તેની માત્ર બે નકલો બચેલી છે. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org